Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ રાજ્યની સહકારી બેંકના ચેરમેનો સાથે બેઠક યોજી

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની ૬ ટકા સબસીડી મળી છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ થકી રાજ્યની સહકારી બેંકો પોતાના વિસ્તારમાં આવા મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે, નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને ૦ % વ્યાજે લોન મળતી થશે. રૂપાણીએ ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની સમજ અને અમલીકરણ માટેની ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, સહકારિતાની સંકલ્પનાનો મુળમંત્ર નાના માણસોની મદદ છે. આ યોજનાની સફળતાથી આપણે ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રોફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું. મુખ્યમંત્રીએ માઇક્રોફાઇનાન્સથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ રાખી ખુશહાલી લાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આર્ત્મનિભર ગુજરાત યોજના બની ત્યારે સ્પષ્ટ હતું કે આ કામ રાજ્યની સહકારી બેંકો જ કરી શકશે. સહકારી બેંકો ગ્રાહક સાથે આત્મીય સંબંધ ધરાવે છે.

સહકારી બેંકોમાં સહકારિતાનો ભાવ, નાના માણસોને મદદ કરવાની લાગણી, નાના માણસોની વેદના-વ્યથા અને તકલીફ સમજી શકવાની ક્ષમતા સવિશેષ જાેવા મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે તેવા સમયે સહકારી બેંકોએ તેમનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી જાણ્યું છે. નાના માણસો, છૂટક વેપાર, મજૂરી કરતા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને સહકારી બેંકોએ ૦૧ થી ૨.૫ લાખની લોન આપી લોકડાઉનમાં જે આર્થિક ખાંચો પડયો હતો તેને પૂરી આપ્યો છે.

સહકારી બેંકોએ રાજ્યના અઢી લાખ લોકોને કુલ ૨૫૦૦ કરોડનું ધિરાણ આપ્યું છે. મુખ્યમંએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ માં રાજ્યની ૧૦ લાખ બહેનોને ૧ લાખ જુથ રચી ૧૦૦૦ કરોડનું ધિરાણ આપવાનૂં લક્ષ્ય છે. યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય-નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય. જેમ એમ.એસ.એમ.ઇ. માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન. તે રીતે મહિલા જૂથોને આર્થિક સહાય માટે પણ આપણે પ્રોએક્ટિવ અભિગમ અપનાવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.