Western Times News

Gujarati News

દાહોદની મુલાકાત લો તો આ ‘ટ્રાઈબલ મ્યુઝિયમ’ જોવાનું ચૂકતા નહિં

13 કરોડના ખર્ચે દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ‘ટ્રાઈબલ મ્યુઝિયમ’ તૈયાર કરાયું

દાહોદ, મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતો ટ્રાઈબલ મ્યુઝિયમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. દાહોદના સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ૧૩ કરોડ રૂપિયાના ખર્ચે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર વિશાળ કેમ્પસમાં ટ્રાઈબલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

દાહોદ જ નહીં પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત ભારતના ૧૯ રાજ્યો તેમજ વિદેશોમાં અલગ અલગ સ્થળે વસતા આદિવાસી સમાજની રહેણીકરની, પરંપરાઓ, ખાણીપીણી, પહેરવેશ, લોકગીતો, તહેવારો તેમજ આદિવાસી સમકાજ પ્રકૃતિને કેવી રીતે વરેલો છે તે બતાવવા માટે આબેહૂબ ફળિયા, કાચા મકાનો તેમજ ઘરના વડીલો માતા-પિતા, બાળકો અંગેનો જીવન આ ટ્રાયબલ મ્યુઝિયમમાં ઊભું કરવામાં આવ્યું છે.

એટલે કહી શકાય કે આદિવાસીઓનું જીવન તેમની સંસ્કૃતિ, તેમના વ્યવહારો સહિતની તમામ જાણકારી મેળવવા તેની અનુભૂતિ કરવાન માટે ગુજરાન અને ભારતભરમાંથી પર્યટકો માટે આ ટ્રાયબલ મ્યુઝિયમ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. એટલું જ નહીં અહીંયાથી દરેક દિવાલો ઉપર પીથોડા સંસ્કૃતિની કળા દર્શાવવામાં આવી છે.

ટ્રાઈબલ મુજબના પરિસરમાં વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રકૃતિને જીવંત રાખવા આદિવાસી સમાજમાં વાંસનું કેટલું મહત્ત્વ હતો તે જણાવવાનો પ્રયાસ કર્યો છે. આદિવાસી વિસ્તારના જ સ્માર્ટ સિટીમાં આદિવાસી વૈવિધ્યતા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે એટલું જ નહીં પણ દાહોદમાં એક અનોખા પ્રકારનું ટુરિઝમ પણ વિકાસ પામશે.

આદિવાસી મ્યુઝિયમમાં અથવા તો તના આજુબાજુના વિસ્તારમાં જો રહેણાંકની સુવિધા ઊભી કરવામાં આવે તેમજ આદિવાસી પરંપરાને ઉજાગર કરતા નૃત્ય અને ઢોલ વાઘોના સમન્વય થકી દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જો રજૂ કરવામાં આવે તો આ આદિવાસી મ્યુઝિયમમાં ચાર ચાંદ લાગી શકે અને દેશ અને રાજ્યભરના આદિવાસી પહેરવેશ ખેતીના સાધનો અને રહેણી કરણી માટે વપરાતા વાસણ વિગેરેનું વેચાણ પણ શરૂ કરાય તો સારામાં સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ શકે તેવું કહેવું અસ્થાને નથી.

ટ્રાઈબલ મ્યુઝિયમના પ્રવેશ દ્વાર પર આદિવાસી સમાજ માટે પૂજનીય અને આદર્શ ગણાતા ગુરૂ ગોવિંદજીની પ્રતિમા મૂકવામાં આવી છે. સાથે સાથે રામ લક્ષ્મણ તેમજ શબરીની પ્રતિમા મૂકવામાં આવી છે જેના પરથી સાબિત થાય છે કે આદિવાસી સમાજ ત્રેતાયુગ પહેલાં પણ આ ધરતી પર હયાત હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.