Western Times News

Gujarati News

સાગવા ગામ નજીક ગેટકોના સબ સ્ટેશનમાં મોટી દુર્ઘટના ટળી

મેન્ટેન્સ દરમિયાન કર્મચારી નીચે પટકાયો,વીજ કરંટ લાગ્યો હોવાની ચર્ચા 

બે વર્ષ અગાઉ મોડાસા તાલુકાના સાગવા ગામ નજીક આવેલા દુઘરવાડા ગેટકો ના ૬૬ કેવી વીજ સબસ્ટેશનમાં શોર્ટ સર્કીટ થઇ ધડાકા સાથે બ્લાસ્ટ થતા આગ લાગતા સબસ્ટેશનમાં આઉટ સોર્સિંગમાં કામ કરતા બે કર્મીઓ શરીરે ગંભીર રીતે દાઝી જવાની ઘટના બની હતી

ત્યારે વધુ એક વાર મોટી દુર્ઘટના ટળી હતી જેમાં વીજ સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી દરમિયાન એક કર્મચારી નીચે પટકાતા ભારે ચકચાર મચી કર્મચારી ઈજાગ્રસ્ત થતા તાબડતોડ સારવાર અર્થે ખસેડાયો હતો વીજકર્મીને કરંટ લાગતાં મેન્ટેન્સ દરમિયાન નીચે પટકાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

મોડાસાના સાંગાવા ગામ નજીક ગેટકો કંપનીમાં મેઇન્ટેનન્સનુ કામકાજ હાથધરવામાં આવ્યું હતું ત્યારે બુધવારે સવારે મેઇન્ટેનન્સ કરી રહેલા કર્મચારી અચાનક પટકાતા અન્ય વીજકર્મીઓ તાબડતોડ દોડી આવ્યા હતા અને કર્મચારીને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો વીજ સબ સ્ટેશનમાં ચાલુ મેન્ટેનન્સએ વીજ કર્મી પટકાતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

વીજકર્મીને કરંટ લાગ્યો હોય તેવો આભાસ થયો હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઈજાગ્રસ્ત વીજકર્મીના પરીવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારજનોએ વીજકર્મી સહીસલામત હોવાથી હાશકારો અનુભવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.