Western Times News

Gujarati News

કંગાળ” પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો

આર્થિક રૂપથી લગભગ કંગાળ થઈ ચૂકેલાં પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક ઝટકો આપતા વર્તમાનમાં ચાલું આર્થિક મદદને અડધી કરી નાખી છે. પાકિસ્તાનને આ રકમ કેરી લુગર બર્મન એક્ટ હેઠળ અમેરિકા પાસેથી 2009થી આપવામાં આવતી હતી.  કેરી લુગર કાયદા હેઠળ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કરવાનો નિર્ણય ઈમરાન ખાનની અમેરિકા યાત્રાનાં ત્રણ સપ્તાહ પહેલાં જ લેવામાં આવ્યો હતો. જેની જાણકારી વોશિંગ્ટને ઈસ્લામાબાદને પણ આપી દીધી હતી.

ઓક્ટોબર 2009માં અમેરિકન કોંગ્રેસ દ્વારા કેરી લુગર બર્મન અધિનિયમને સંચાલિત કરવા માટે પાકિસ્તાન એન્હાન્સમેંટ પાર્ટનરશીપ એગ્રીમેન્ટમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના હેઠળ પાંચ વર્ષોની અવધિમાં પાકિસ્તાનને 52,500 કરોડ રૂપિયા (7.5 બિલિયન ડોલર)ની મદદ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ રાશિમાંથી હજી 6300 કરોડ રૂપિયા (900 મિલિયન ડોલર) પાકિસ્તાનને આપવામાં આવી ન હતી. જેમાંથી 3080 કરોડ રૂપિયા (440 મિલિયન ડોલર)ની રકમ આપવાનો અમેરિકાએ ઈનકાર કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.