Western Times News

Gujarati News

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે બે ટ્રક બગડતા ટ્રાફિકજામ

દિલ્હીથી મુંબઈને જોડતો, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે સાથે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર ઠેર ઠેર ડાયવર્જન પણ આપવામાં આવ્યા છે હાઈવે પર દોડતા વાહનો ડાયવર્જનના પગલે અચાનક સામ સામે આવી જતા નાની-મોટી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે શામળાજી નજીક આપવામાં આવેલ સીંગલ ડાયવર્ઝનના પગલે વારંવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે

ત્યારે બે ટ્રક ખોટકાઈ જતા ભારે ટ્રાફિકજામ થતા વાહનચાલકો અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે ટ્રાફિકજામમાં ઇમરજન્સી સેવા મેળવવા માટે બાધારૂપ બની રહ્યો હોવાનો શામળાજીના સ્થાનીક લોકોએ આક્ષેપ કર્યો હતો સ્થાનિક પોલીસ અને જીલ્લા ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વરત કરવા કવાયત હાથધરી હતી સિક્સલેનનું મંથર ગતિએ ચાલતું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

ગુરુવારે સવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પાસે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. શામળાજી નજીક અપાયેલ સિંગલ ડાયવર્ઝન પર પસાર થતી બે ટ્રક ખોટકાઈ જવાના કારણે  ટ્રાફિક જામ થયો હતો

અનેક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા ટ્રાફિકજામ જીવલેણ પણ બની શકેનું સ્થાનિકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું નેશનલ હાઇવેનું સિક્સલેનમાં રુપાંતરીત કરવાની કામગીરી ચાલી રહી હોવાથી એક સાઈડ ૫ કીમી થી વધુ લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અટવાઈ ગયા હતા ટ્રાફિકજામ સર્જાતા પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પુર્વરત કરાયો હતો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.