Western Times News

Gujarati News

ગુજરાત કેડરના પ્રવીણ સિંહાએ CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

CBIના અધિક નિદેશક શ્રી પ્રવીણ સિંહાએ ભારત સરકારના કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા તા. 03.02.2021ના રોજ બહાર પાડવામાં આવેલા ઓર્ડર નંબર- 202/15/2020-AVD-II (Pt.) ને અનુસરીને CBIના નિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો છે. Praveen Sinha, IPS (Gujarat cadre: 1988 batch), currently additional director in CBI, to look after duties of CBI director with immediate effect, till the appointment of a new CBI director

શ્રી પ્રવીણસિંહા, IPS (ગુજરાત: 1988)એ 2000-2021 દરમિયાન તેમના બે નિયુક્તિ કાર્યકાળ દરમિયાન CBIમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, DIG, સંયુક્ત નિદેશક અને અધિક નિદેશક તરીકે સેવા આપી છે. તેમણે 2015-2018 દરમિયાન CVCના અધિક સચિવ તરીકે પણ સેવા આપી છે. શ્રી સિંહાએ રાજ્યમાં વિવિધ હોદ્દાઓ પર અલગ-અલગ સ્થળોએ સેવા આપી છે જેમાં ASPથી અધિક DG તરીકે પણ સેવા આપી છે.

તેમણે 1996માં અમદાવાદ ACBના નાયબ નિદેશક તરીકે પણ સેવા આપી છે. શ્રી પ્રવીણ સિંહા સર્વોચ્ચ અદાલત/ઉચ્ચ અદાલતો દ્વારા સોંપવામાં આવેલી/તેમની દેખરેખ હેઠળ વિવિધ કૌભાંડોની તપાસો; મોટા બેંક કૌભાંડો અને નાણાકીય ઉચાપતના ગુનાઓની તપાસો, શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોની તપાસ વગેરે સાથે પણ જોડાયેલા છે. CAT અને AIPMT સહિતના મહત્વની પરીક્ષાના પેપરો લિક થવાના કિસ્સાઓ ઉઘાડા પાડવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી છે.

શ્રી પ્રવીણ સિંહા સર્વોચ્ચ અખંડિતતા સંસ્થાઓ – કેન્દ્રીય વિજિલન્સ કમિશનનું વિજિલન્સ મેન્યુઅલ 2017 અને CBI (ક્રાઇમ) મેન્યુઅલ, 2020- બંનેના મેન્યુઅલનો મુસદ્દો તૈયાર કરવાની વિશેષ કામગીરી પણ નિભાવી ચુક્યા છે. તેઓ ઘણી બધી નવીનતાપૂર્ણ અને સુધારાત્મક પહેલોમાં પણ સામેલ છે.

શ્રી સિંહા CVC દ્વારા રચવામાં આવેલી ઘણી સુધારાત્મક સમિતિઓના સભ્ય પણ છે. તેઓ ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ગુનાહિત કાયદામાં સુધારા સમિતિના સભ્ય પણ છે. શ્રી પ્રવીણ સિંહાને 2013માં પ્રજાસત્તાક દિવસના રોજ તેમની વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2004માં પ્રજાસત્તાક દિવસના રોજ તેમની પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.