Western Times News

Gujarati News

પત્નીની હાજરીમાં જ પતિએ પ્રેમિકાને રૂપિયા ટ્રાન્સફર કર્યા

અમદાવાદ: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ તેના પિયર આવ્યો ત્યારે તેની હાજરીમાં તેની પ્રેમિકાને રૂપિયા ટ્રાન્સફર કરતા પકડ્યો હતો. અને વોટ્‌સએપ ચેક કરતા તેના પતિએ ચેટ ડીલીટ કરી દીધું હતું. આટલું જ નહીં સાસરિયાઓ આ પરિણીતાને ઘરકામ નથી આવડતું કહી ગળે ઘંટ બંધાઈ ગયો છે કહીને ત્રાસ આપતા હતા. શહેરના નરોડામાં રહેતા ૨૩ વર્ષીય યુવતી કઠવાડા ખાતે નોકરી કરે છે.

વર્ષ ૨૦૧૯માં તેના લગ્ન બરોડા ખાતે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. બાદમાં એક માસ બાદ તેને બીકોમની પરીક્ષા હોવાથી તે તેના પિયર પરીક્ષાની તૈયારી કરવા આવી હતી. તેને તેના પતિની યાદ આવતા ફોન કરતી હતી તો તેના પતિનો ફોન અવારનવાર વ્યસ્ત આવતો હતો અને તેનો પતિ તેની સાથે વાત કરતો ન હતો. જ્યારે પણ ફોનમાં વાત કરે ત્યારે બોલાચાલી ઝઘડો કરી અને રાખવી નથી તેમ કહી તેને ત્રાસ આપતો હતો. એક વર્ષ પહેલા તેનો પતિ આ યુવતીના ઘરે ચારેક દિવસ રહેવા આવ્યો હતો

ત્યારે તેનો પતિ ફોન ઉપર કોઈ સાથે વાતો કરતાં આ યુવતીને શક પડ્યો હતો. જેથી યુવતીએ તેના પતિના ફોનમાં વોટ્‌સએપ મેસેજ જાેયા હતા. જેમાં તેના પતિએ રમીલા નામની સ્ત્રીને રૂપિયા ૨૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. જાેકે તાત્કાલિક તેના પતિએ આવીને પત્નીને મેસેજાે વાંચવા દીધા ન હતા અને ચેટ ડિલીટ કરી નાખ્યું હતું. બાદમાં આ યુવતીએ રમીલાનો મોબાઇલ નંબર લઇ તેની સાથે વાત કરવા ફોન કર્યો તો રમીલાએ આ યુવતી સાથે વાત કરી ન હતી અને તેની જાણ યુવતીના પતિને થતાં તેના પતિએ ઝઘડો કરી માર માર્યો હતો.

આ બાબતની જાણ આ યુવતીએ તેનાં સાસુ અને સસરાને જણાવતા તે બંને લોકોએ યુવતીના પતિનું ઉપરાણું લઇ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે તેનો પતિ જે કરે તે તેને કરવા દેવાનું તું ખાઈ પીને પડી રે. બાદમાં આ યુવતીનો પતિ તેની સાથે કોઈ વાતચીત કરતો ન હતો અને કંઈ કહેવા જાય તો તેને માર પણ મારતો હતો. અને બાદમાં તેના ઘરના કામ અને રસોઈ આવડતી નથી તેમ કહી સાસરિયાઓએ ત્રાસ આપતા હતા. જ્યારે જ્યારે આ યુવતીના સાસરિયાનો ત્રાસ આપતા ત્યારે તે તેના પતિને જણાવતી ત્યારે તેનો પતિ ઝઘડો કરી તેને માર મારતો અને કહેતો કે, આ બધું સહન કરી ને રહેવું પડશે નહીં તો અહીંથી ચાલી જા મને તારામાં કોઈ રસ રહ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.