Western Times News

Gujarati News

સક્ષમ 2021માં રાષ્ટ્ર માટે હરિત અને સ્વચ્છ ઉર્જાની યોજના

ગેસ અને તેલનાં સંરક્ષણ માટે વ્યૂહાત્મક આયોજન

અમદાવાદ, ઓઈલ અને ગેસ સંરક્ષણ સામૂહિક સભાનતા ઝુંબેશ સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2021 તા. 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી, 2021 દરમિયાન યોજાઈ રહ્યો છે. સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2021નું આયોજન તેલ ઉદ્યોગ અને તેની જાહેર ક્ષેત્રની કંપનીઓ જેમકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ  કોર્પોરેશન લિ.,

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઈલ (ઈ) લિ. દ્વારા પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન (પીસીઆરએ)નાં સહયોગમાં કરવામાં આવે છે. સક્ષમ 2021ની થીમ હરિત અને સ્વચ્છ ઉર્જા છે. કારણ કે દેશમાં તેલ અને ગેસનાં સંરક્ષણની તાતી જરૂરિયાત છે, જેથી તેના ફાયદાઓ ભવિષ્યમાં આવનારી પેઢીને આપી શકાય.

સક્ષમ 2021નાં ભાગરૂપે તેલ કંપનીઓ અને પીસીઆરએ દ્વારા તેલ અને ગેસનાં સંરક્ષણ માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. આ યોજનાઓ અનુસાર ભવિષ્યમાં કેરોસિન મુક્ત રાજ્યો હશે અને વધારેલા કનેકશન્સને કારણે કેરોસિનની ખેંચ ઘટશે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાને કેરોસિનમુક્ત જાહેર કર્યા છે.

બળતણ અસરકારકતામાં આ સિસ્ટમ દ્વારા પ્રત્યેક નાગરિક પોષાય તેવા ભાવોમાં પ્રદૂષણમુક્ત બળતણ મેળવશે અને બળતણનો બગાડ અંકુશમાં આવશે. પાઈપલાઈન ગેસનાં વપરાશ દ્વારા ઘરેલું ઊર્જાની માંગ પણ ઘટશે. સ્વચ્છ પર્યાવરણ પરંપરાગત સ્ત્રોતો જ્યારે ઘટી રહ્યાં છે ત્યારે ડીફોરેસ્ટેશનને અટકાવીને કુદરતી ગેસનો સ્ત્રોત આશિર્વાદરૂપે માની શકાય છે.

પર્યાવરણનાં જતન માટે દૃઢ આયોજન કરવામાં આવ્યું છે. હાઈડ્રોજનને H-CNGમાં ઉમેરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં તે વૈકલ્પિક બળતણ તરીકે વાપરી શકાય. તેનાથી પરંપરાગત બળતણોનાં વપરાશ ઘટતાં હાઈડ્રોજનનો રિન્યુએબલ એનર્જી તરીકેનો કાર્યક્રમ વધુ મજબૂત બનશે.

આ સ્ત્રોતોનો અસરકારક ઉપયોગ થતાં વધુ પરંપરાગત બળતણોની બચત થશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) દ્વારા ગરીબ મહિલાઓને રાંધતી વખતે બળેલા કોલસા, લાકડા અને અન્ય અસ્વચ્છ બળતણોથી મુક્ત કરીને સ્વચ્છ ઈંધણ પુરુ પડવાની યોજના છે. દેશભરમાં આઠ કરોડથી પણ વધુ એલપીજી કનેકશન્સ પૂરા પાડવામાં આવ્યા છે.

દેશમાં વાહનવ્યવહાર માટે બાયોફ્યુઅલ્સનો વપરાશ વધારવામાં આવે તો ઊર્જા સંરક્ષણમાં મોટી બચત થાય અને ભારતની વિશાળ જનસંખ્યાની મોટી જરૂરિયાતોને સંતોષી શકાય.

પ્લાસ્ટીક વેસ્ટને ડિઝલમાં રૂપાંતરિત કરવા માટેનો પ્રોજેક્ટ દહેરાદૂનમાં કાર્યાન્વિત થયો છે. આ પ્લાન્ટમાં દૈનિક એક ટન પ્લાસ્ટીક વેસ્ટનું 800 લિટર ડિઝલમાં રૂપાંતર થઈ શકે છે. આ બળતણ ઓટોમોટિવ ગ્રેડનું છે.

ઉર્જા ઉદ્યોગમાં પ્લાસ્ટીકમાંથી ફ્યુઅલ બનાવવાનાં પ્રોજેક્ટસનું ખાસ આકર્ષણ છે. સિગલ યુઝ પ્લાસ્ટીક્સનાં વધારે વપરાશને કારણે સંશોધનકર્તાઓ પ્લાસ્ટીકમાંથી બનતા ફ્યુઅલ્સ અંગે વધુ સંશોધનો કરી રહ્યાં છે.

ભારત સરકાર પણ એનર્જી ડિપ્લોમસી દ્વારા અન્ય દેશોમાં રોકાણ કરીને બંનેને ફાયદો થાય તેવા સંબંધો કેળવી રહી છે. આજે ઈન્ડિયન ઓઈલ અને ગેસ પીએસયુઓએ વિદેશોમાં રોકાણ કરીને ગુણવત્તાસભર તેલ અને ગેસ એસેટ્સ હાંસલ કરવાની નિપૂણતા હસ્તગત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.