Western Times News

Gujarati News

સુરતના પાંડેસરા અને ડિંડોલીમાં બે યુવાનોએ આપઘાત કરી લેતા ચકચાર

Files Photo

સુરત: કોરોના મહામારી બાદ સુરતમાં સતત આપઘાત અને તેમાં પણ યુવાનો સૌથી વધુ આપઘાત કરી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આજે ફરી બે અલગ અલગ વિસ્તારમાં બે યુવાનોએ આપઘાતની ઘટના સમયે આવી છે, જેમાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં બે અલગ બનાવમાં બે યુવકે ફાંસોખાઈ આપઘાત કરી લેતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં રહેતા હંસરાજ સૈંદાણેનો ૪૦ વર્ષીય પુત્ર રવિન્દ્રા સૈદાણે ઉકાઇ-સોનગઢ ખાતે કલરકામ કરી પરિવારને મદદરૂપ કરતો હતો. રવિન્દ્રા આઠેક દિવસ પહેલાં જ પાંડેસરા નાગસેનનગરમાં રહેતા માતા-પિતાને ત્યાં રહેવા આવ્યો હતો. રવિંન્દ્રા સૈંદાણેનો પરિવાર કામ અર્થે જલગાંવ ગયો હતો. આ સમયે રવિન્દ્રા સેંદાણે ઘરે ઍકલા હતા. આ દરમિયાન ગઇ કાલે રાત્રિઍ રવિન્દ્રા સેંદાણેઍ પોતાના ઘરમા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રવિન્દ્રા સૈંદાણેના પાડોશીઍ સુડામણ કાપુરે જણાવ્યું હતું કે, રવિંન્દ્રા સૈદાણેઍ ક્યા કારણોસર પગલું તે ખબર નથી. રવિન્દ્રા સૈદાણે અપરણીત હતો. ગઇ કાલે તેની માતાનો જલગાંવથી ફોન આવ્યો હતો કે, રવિન્દ્ર સૈદાણે ઉકાઇ જવાનો છે તેને રૂ.૫૦૦ આપશો, જેથી સુડામણ કાપુરે તેના ઘરે પૈસા આપવા ગયો હતો. ઘરનો દરવાજા અંદરથી બંધ હોવાથી દરવાજાે ખટખટાવ્યા બાદ પણ ખોલ્યો ન હતો. જેથી દરવાજા તોડીને અંદર પ્રવેશતા રવિન્દ્રા સૈંદાણે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

જાે બીજા બનાવની વાત કરીએ તો, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સિતારામનગર-૧માં રહેતાં દિનેશ નામનો યુવકે છૂટક મજૂરી કરી પરિવવારને આર્થિક રીતે મદદ કરતો હતો, જાેકે છેલ્લા કેટલાક સમયથી તે માનસિક ટેન્શનમાં ફરતો હતો. તેણે શું પરેશાની હતી તે કોઈને કહેતો ન હતો. જાેકે ગતરોજ ઘરમાં કોઈ ન હતું ત્યારે આવેશમાં આવી જેણે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં છતની હુક સાથે મફલર બાંધી ફાંસો લગાવી સ્યુસાઇડ કરી લીધું હતું. આ ઘટનાની જાણકારી પરિવારને મળતા તે તાતકાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ કરી હતી. બીજી બાજુ પરિવારના જુવાન પુત્રએ કરેલા આપઘાતે લઇને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.