Western Times News

Gujarati News

ભાજપે રાજ્યસભાની બે ખાલી બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગાંધીનગર: ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો પર બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો પર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે બેઠકો પર દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાનું નામ જાહેર કર્યું છે.કાૅંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી છે. નોંધનીય છે કે, ૧ માર્ચના રોજ રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવવાની છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્ર છે અને અન્ય ઉત્તર ગુજરાતમાંથી આવે છે. જાે આપણે ઉમેદવારોની વાત કરીએ તો દિનેશ પ્રજાપતિ ઓબીસી ચહેરો છે, તેઓ બનાસકાંઠામાંથી આવે છે. તેઓ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પૂર્વ યુવા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે.

રામભાઈ મોકરિયા એવીબીપી કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે. તેઓ મારુતિ કુરિયરના મલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જાેડાયેલા છે.

હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક પર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે. કારણકે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્યોએ બંને બેઠકો માટે અલગ-અલગ મત આપવા પડ્યા હતા

એટલે કે, ચૂંટણી ભલે એક જ દિવસે યોજાય પરંતુ બંને બેઠકો માટે વિધાનસભાના તમામ સભ્યો અલગ-અલગ મતદાન કરશે. કોંગ્રેસે જે તે સમયે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો.પરંતુ ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૦૯ અને ૧૯૯૪માં યોજાયેલી ચૂંટણીનો રેફરન્સ આપતા એક જ જાહેરનામા બંનેએ બેઠકોની અલગ-અલગ ચૂંટણી કરવા થયેલા આ પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો એટલે કે ગુજરાતની ખાલી પડેલી બંને બેઠકો પર ભાજપના બંને ઉમેદવારને જીત મળશે અને રાજ્યસભા પહોશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.