Western Times News

Gujarati News

બે સંતાનના પિતાએ યુવતીને ન્યૂડ ફોટા મોકલતા ચકચાર

વલસાડ: રાજ્યમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને બ્લેકમેઇલિંગના અનેક લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આવો જ એક વલસાડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે સંતાનના પિતાએ સોશિયલ મીડિયામાં યુવતી અંગેની ઓળખ આપીને વલસાડની યુવતીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

જે બાદ થોડી વાતચીત અને ઓળખાણ બાદ આ યુવતી તરીકે ઓળખ આપનાર યુવાન કિર્તીકુમાર વાઘેલાએ યુવતીને તેના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા મોકલીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. જાેકે, આ યુવતીએ હિંમત દાખવીને આ અંગેની ફરિયાદ નોંધાવતા યુવતીઓને ફસાવતા યુવાન કિર્તીકુમાર વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, એમએન ચાવડાડી, વાયએસપી, વલસાડ પોલીસનાં જણાવ્યા પ્રમાણે, વલસાડની યુવતીએ તેના ફેસબુક ફ્રેન્ડમાં માનસી મોદી નામની મહિલાની ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. યુવતીએ મહિલા સમજી માાનસી મોદીને મિત્ર બનાવી હતી.

આ મહિલા મિત્ર તેના તમામ ફોટાઓ લાઈક અને શેર પણ કરી શકે તેવી પરવાનગી પણ આપી હતી. ત્યારે અચાનક એક દિવસે માનસી મોદી નામની નવી મહિલા મિત્રએ આ યુવતીના મેસેન્જરમાં કેટલાક ફોટા મોકલ્યા હતા. આ ફોટાઓ જાેઈને આ યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ યુવતીના નગ્ન ફોટા મેસેન્જરમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ બ્લેકમેઇલ કરવાનુ શરૂ કર્યું હતું. આ માનસિક વિકૃત યુવાને યુવતીના ફોટાને મોર્ફ કરીને તેને દબાણ કરતો હતો તે તેના અન્ય આવા ન્યૂડ ફોટા પાડી આ યુવકને મોકલે. પરંતુ યુવતીએ હિંમત દાખવીને વલસાડ પોલીસનો સંપર્ક સાધતા આ યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આપેલી અન્ય જાણકારી પ્રમાણે, ગાંધીનગરના પેથાપુર ખાતે રહેતો કીર્તિકુમાર વાઘેલા નામના આ યુવાને કટ્ઠષ્ઠીર્હ્ર્વા ઉપર માનસી મોદી નામની મહિલાના નામથી પોતાનું નકલી એકાઉન્ટ બનાવી સ્ત્રીઓને બ્લેકમેઇલ કરવાનો ધંધો કરી રહ્યો હતો. માનસી મોદી નામની મહિલાના નામનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબૂકમાં મહિલાઓ અને યુવતીઓને જ મિત્રો બનાવી તેમના ખાનગી ફોટાઓ સાથે મોર્ફિંગ કરી બ્લેક મેઇલ કરવાનો ધંધો કરતો હતો. આ યુવાન પરિણીત છે અને તેને બે સંતાન પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.