Western Times News

Gujarati News

ચિલોડા પાસે ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો

જન્મ દિવસની યોજાયેલી પાર્ટીમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ૯ યુવક અને પ યુવતિઓની ધરપકડ

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની બંદીને ડામી દેવા માટે પોલીસતંત્ર સક્રિય બનેલું છે ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી કલબો, હોટલો અને ફાર્મ હાઉસોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે આ દરમિયાનમાં અમદાવાદને અડીને આવેલા ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસેના દસેલા ગામે ગઈકાલે રાત્રે અગાઉથી મળેલી માહિતીના આધારે પોલીસ અધિકારીઓએ એક ફાર્મ હાઉસોમાં દરોડો પાડતાં ૯ યુવક અને પ યુવતિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે

પ્રાથમિક તપાસમાં આ તમામ યુવક યુવતિઓ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહયું છે અને મિત્રના જન્મ દિવસે આ પાર્ટી યોજવામાં આવી હતી મોડી રાત્રે પોલીસે પાંચેય યુવતિઓનો મેડીકલ ટેસ્ટ કરાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ત્રણ બોટલો તથા ૬ કાર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ અંગેની વિગત એવી છે કે દારૂ અને જુગારના અડ્ડા પર સતત દરોડા પાડવામાં આવી રહયા છે અમદાવાદ શહેર તથા ગ્રામ્ય અને અડીને આવેલા ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસની સતત વોચ ગોઠવવામાં આવી છે આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે અમદાવાદને અડીને આવેલા ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસેના દસેલા ગામે માધવ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી યોજાઈ હોવાની માહિતી ગાંધીનગર ગ્રામ્ય એલસીબીને મળી હતી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી

જેમાં માધવ ફાર્મ પાસે કેટલીક વૈભવી કારો પાર્ક થયેલી જાવા મળી હતી મોડી રાત્રે ગાંધીનગર એલસીબીના અધિકારીઓએ માધવ ફાર્મ હાઉસમાં રેડ પાડતાં અંદરનું દ્રશ્ય જાઈ તેઓ ચોંકી ઉઠયા હતાં બીજી બાજુ પોલીસને જાઈ ફાર્મ હાઉસમાં હાજર યુવક-યુવતિઓએ નાસભાગ કરી મુકી હતી પરંતુ પોલીસે તમામને ઝડપી લીધા હતા તપાસ કરતા. ૯ યુવક અને પ યુવતિઓ આ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી યોજી દારૂ પીતા જાવા મળ્યા હતાં.

દારૂની પાર્ટીમાંથી પાંચ જેટલી યુવતિઓ પકડાતા પોલીસ સતર્ક બની ગઈ હતી અને મોડી રાત્રે આ તમામ યુવતિઓને સીવીલ હોસ્પિટલમાં  મેડીકલ કરાવવા માટે મોકલી આપી હતી બીજીબાજુ પકડાયેલા નવયુવકોની પુછપરછ કરવામાં આવતા જાણવા મળ્યુ હતું કે એક યુવકનો જન્મ દિવસ હોવાથી દારૂની પાર્ટી યોજવામાં આવી હતી અને આ પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ છે

જેમાંથી મોટાભાગના એન્જીનીયરીંગના તથા અન્ય અભ્યાસક્રમમાં આ વિદ્યાર્થીઓ અને યુવતિઓ અભ્યાસ કરી રહી છે પોલીસે માધવ ફાર્મના માલિકના પુત્ર સહિત આ તમામ ૧૪ યુવક-યુવતિઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાઈપ્રોફાઈલ વિદેશી દારૂની પાર્ટી પર પોલીસે રેડ પાડતાં જ રાતભર અફડાતફડીનો માહોલ જાવા મળતો હતો આ ઘટનામાં કેસને દબાવવા માટે પોલીસ પર દબાણ પણ આવ્યુ હતું પરંતુ ગાંધીનગર ગ્રામ્ય એલસીબીએ દબાણને વશ થયા વગર તમામની સામે કાર્યવાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.