Western Times News

Gujarati News

પેટ્રોલિયમને GST‌ના દાયરામાં લાવવા અંગે વિચારવું જાેઈએ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના આગ ઝરતા ભાવે સામાન્ય જનતાને આંખે પાણી લાવી દીધા છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણને પણ હવે ચિંતા સતાવવા લાગી છે. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફ્યૂલના ભાવ ઓછા થઈ શકે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ ચેન્નાઈ સિટિઝન ફોરમમાં બજેટ બાદ ચર્ચા પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘પેટ્રોલ ડીઝલના ભાવ વધવા એક અફસોસજનક મુદ્દો છે.

કેન્દ્ર અને રાજ્ય બંને પેટ્રોલથી કમાણી કરે છે, આપણે પેટ્રોલિયમને જીએસટીના દાયરામાં લાવવાની વાત વિચારી શકીએ છીએ, બની શકે કે આ સમસ્યાનો આ જ એક ઉકેલ હોય. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલે સ્લેબ્સને તર્કસંગત બનાવવા અંગે વિચારવું જાેઈએ. તેમણે કહ્યું કે આ એક અફસોસજનક મુદ્દો છે.

જેનો જવાબ કિંમતો ઓછી કરવાથી બીજુ કઈ જ મંજૂર નથી. તેમણે કહ્યું કે હું જાણું છું કે હું એક એવા સમયમાં રહું છું જ્યાં સચ્ચાઈની યોગ્ય તસવીર સામે લાવવા માટે જે કઈ પણ હું કહીશ, એવું લાગશે કે હું ગૂંચવવાની કોશિશ કરી રહી છું,

હું જવાબ આપવાથી બચી રહી છું, હું આરોપોથી બચી રહી છું. તેમણે ટેક્સ સ્ટ્રેક્ચર સમજાવ્યું અને એ પણ કે કેવી રીતે ઓપીઈસી અને તેના સાથી દેશો તરફથી તેલ ઉત્પાદનમાં કાપની અસર ભારતમાં રીટલ કિંમતો પર પડે છે. તેમણે કહ્યું કે ‘કદાચ તેનો જવાબ એ છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જાેઈએ. જેનાથી ટેક્સમાં એકસમાનતા આવવાથી તેની કમીઓ પણ દૂર થઈ શકશે.

તેમણે કહ્યું કે ‘આ એક તકલીફ આપનારો વિષય છે અને કોઈ પણ મંત્રી કોઈને પણ સંતુષ્ટ કરી નહીં શકે કારણ કે ભારતીય આખરે ભારતીય છે અને હું પણ તેમાંથી એક છું, એ સત્ય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ તેના પર વાત કરવી પડશે.’ હાલ કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. ૨૦૨૦ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ૧૯.૯૮રૂપિયા હતી, જે હવે વધીને ૩૨.૯૮ રૂપિયા કરી દેવાઈ છે.

આ જ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ૧૫.૮૩ રૂપિયા પ્રતિ લીટર હતી જે હવે વધારીને ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ વધાર્યો છે. દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ ૨૭ ટકાથી વધારીને ૩૦ ટકા કર્યો છે. જ્યારે ડીઝલ પર વેટ મે મહિનામાં ૧૬.૭૫ ટકા થી વધારીને ૩૦ ટકા કરાયો હતો.

પરંતુ જુલાઈમાં ફરીથી તેને ઘટાડીને ૧૬.૭૫ ટકા કરવામાં આવ્યો. પેટ્રોલની બેઝ પ્રાઈઝ ૩૧.૮૨ રૂપિયા પ્રતિ લીટર છે. આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ ભેગો કરીને જાેઈએ તો તે બેઝ પ્રાઈઝ પર લગભગ ૧૮૦ ટકા ટેક્સ વસૂલે છે. એ જ રીતે સરકારો ડીઝલ પર બેસ પ્રાઈઝથી ૧૪૧ ટકા ટેક્સ વસૂલ કરે છે. તેમણે કહ્યું કે હું આમ (ટેક્સમાં કાપ) કરી શકું છુ, જાે મને એક નિશ્ચિત ગેરંટી મળે કે મારા હિસ્સે થનારી કમાણી કોઈ અન્ય માટે તક નહીં બને, જે આ જગ્યાનો ફાયદો નહીં ઉઠાવે.’ તેમણે કહ્યું કે ‘ટેક્નોલોજીની રીતે જાેવા જઈએ તો ઓઈલની કિંમતો આઝાદ છે અને સરકારનું તેના પર કોઈ નિયંત્રણ નથી,

આથી કેન્દ્ર રાજ્ય સરકારોએ એક સાથે બેસવું પડશે અને કિંમતોને એક વ્યાજબી સ્તરે લાવવી પડશે. નાણામંત્રીએ કહ્યું કે કારણ કે દરેક સરકારને વધુ પૈસા જાેઈએ, વધુ કમાણી જાેઈએ અને આ સાથે જ હું એ રાહત પણ જાેઉ છું કે ટેક્સપેયર્સ પાસેથી એક પણ પૈસો વધારાનો ન લેવામાં આવે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી તેનો ઉકેલ આવશે, તો તેમણે કહ્યું કે, ‘આવું બની શકે છે પરંતુ આમ કરવા માટે જીએસટી કાઉન્સિલમાં એક વિસ્તૃત ચર્ચાની જરૂર છે. નાણામંત્રીએ કહ્યું કે જાે જીએસટી કાઉન્સિલ સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ માટે એક જીએસટી રેટ પર સહમત થાય તો દેશમાં એક જ રેટ પર ઈંધણ મળશે. આ કમીને ત્યારે જ દૂર કરી શકાય જ્યારે તેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.