Western Times News

Gujarati News

બલેશ્વર ગામની યુવતીનો ગુજરાત મહિલા ક્રિકેટની સિનિયર ટીમમાં પસંદગી થઈ

બલેશ્વર ગામની મુસ્કાન વસાવા ભરૂચ જિલ્લાની પ્રથમ મહિલા ક્રિકેટર બની જેની ગુજરાત મહિલા ક્રિકેટ સિનિયર ટીમમાં પસંદગી થવા પામી છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના ચંદ્રકાંતભાઈ વસાવાને પોતે ક્રિકેટ પ્રત્યેનો અનહદ લગાવ હતો કે તેમણે પોતાનું ખેતર લેવલ કરી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનું મેદાન બનાવ્યું છે.જે રીતે મોરના ઈંડાને ચીતરવા ન પડે તે રીતે ચંદ્રકાંતભાઈ પુત્ર અને પુત્રીને પણ ક્રિકેટ પ્રત્યે અનહદ લગાવ છે.પોતાની પુત્રીનો ક્રિકેટ પ્રત્યેનો લગાવો જોઈને ચંદ્રકાંતભાઈએ તેમની દીકરીનું સપનું પૂર્ણ કરવા કોઈ જ કસર છોડી નથી. મુસ્કાનની ક્રિકેટ પ્રત્યેની લગન જોઈ તેણે દીકરી મુસ્કાનને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

જ્યારે જ્યારે ચંદ્રકાંતભાઈ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમની પુત્રી મુસ્કાન પણ તેમની સાથે જતી ચંદ્રકાંતભાઈએ દીકરીને પ્રેક્ટિસ કરવા માટે તેમના ગામમાં તેમની પોતાની જમીનમાં આખું ક્રિકેટનું મેદાન ઊભું કર્યું છે. ચંદ્રકાંતભાઈએ પુત્રી મુસ્કાનને બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી એન.ઓ.સી મેળવી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી રમાડવાની પણ શરૂઆત કરી હતી.ટ્રાઈબલ વિસ્તારમાં રહેતી મુસ્કાને સમાજનુ નામ રોશન કર્યું છે.ક્રિકેટમાં ટ્રેનિંગ માટે મુસ્કાનને ફીજીયો થી લઈ સારા કોચ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી હતી.

મુસ્કાનને અંકલેશ્વર ખાતે આવેલા હાઈ ટચ ક્રિકેટ એકેડમી,ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ટ્રેડિંગ મેળવી રહી છે.ભરૂચ થી ક્રિકેટથી અંડર ૧૯ ગુજરાતમાં ટીમમાં સિલેક્ટ થઇ હતી જયાં આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચાર ફીફટી ફીફટી અને ફાસ્ટ બોલર બની વિકેટો પણ મેળવી ઓલરાઉન્ડર તરીકે ઓળખ ઉભી કરી છે.મુસ્કાનની પસંદગી બાબતે તેમના પિતા ચંદ્રકાંતભાઈ વસાવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે

જ્યારે તે અને તેમનો પુત્ર ક્રિકેટ રમવા જતા ત્યારે મુસ્કાને ટેનિસ બોલ થી ક્રિકેટ રમવાની શરૂઆત કરી જે બાદ સીઝન બોલ પર રમવાની શરૂઆત કરી હતી.આંતરરાજ્ય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ફિફટી કરવાની સિદ્ધિ તેને મેળવી હતી.જે બાદ વેસ્ટ ઝોનમાં સિલેક્ટ થઈ તેમાં તેણે ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેન્નાઈ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. નેશનલ ટીમ સિલેક્શન હતું ત્યારે મુસ્કાન બીમાર પડતા ઘરે પરત આવી હતી.

હાલમાં તેનો ગુજરાતની સીનિયર ટીમમાં પસંદગી થઈ છે.મુસ્કાનને ક્રિકેટ નો કોચિંગ મળે તે માટે ચંદ્રકાંતભાઈ બલેશ્વર ગામ છોડી તેને વડોદરા લઈ ગયા હતા.જ્યાં એન.ઓ.સી મેળવી તેને ભરૂચ લઈ આવ્યા હતા અને તેનો સ્ટેટ ક્રિકેટની સીનિયર ટીમમાં પસંદગી થતા ખુબ ગૌરવ અનુભવું છું તેમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.