Western Times News

Gujarati News

રાજાએ ડેપ્યુટી કલકેટરને મહેલ ભાડે આપ્યો હતો, પૌત્રએ RTI કરી 50 કરોડનો મહેલ પાછો મેળવ્યો

યુપીમાં ૧૦ રૂપિયાની RTIએ રાજાની પ૦ કરોડની સંપત્તિ શોધી કાઢી,  દસ્તાવેજાે ગાયબ થઈ ગયા હતા

(એજન્સી) લખનૌ, યુપીમો એક અનોખી સુખદ ઘટના બની છે. જે દસ્તાવેજાે શોધવા માટે ખીરી જીલ્લાની ઓયલ રિયાસત ના વંશજ પઢીઓ સુધી ભટકતા રહ્યા, એ ફક્ત ૧૦ રૂપિયાની RTI થકી મળી ગઈ. આરટીઆઈ એક્ટીવિસ્ટે ૯૩ વર્ષ જુના દસ્તાવેજાે શોધવાની મોટી સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે.

આરટીઆઈ થકી મળેલા દસ્તાવેજ અનુસાર ૯૩ વર્ષ જૂની સંપત્તિની કિંમત લગભગ પ૦ થી ૬૦ કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે.દસ્તાવેજાેના અનુસાર જીલ્લા કલકટરનો બંગલો પણ એ જ સંપત્તિનો હિસ્સો ગણવામાં આવી રહ્યો છે.
વર્ષ ૧૯ર૮માં ઓયલ રિયાસત ખીરી જીલ્લાના તત્કાલીન રાજા યુવરાજ દત્ત સિંહે પોતાના મહેલને ભાડા પર આપ્યો હતો.

મહેલને ૩૦ વર્ષો મટો એ સમયે ડેપ્યુટી કલેકટરને ભાડા પર આપ્યો હતો. દેશ આઝાદ થયો તો ભાડુઆત તીકેની મુદત ૩૦ વર્ષ માટે લંબાઈ ગઈ હતી. હવે રાજા યુવરાજનું ૧૯૮૪માં મૃત્યુ થઈ ગયુ. તો ઓયલ પરિવારે પોતાના પૂર્વજાેના મહેલના દસ્તાવેજાેની શોધ કરી હતી. ખુબ જ મહેનત બાદ પણ મહેલના દસ્તાવેજાે મળતા નહોતા.

હારી થાકીને રાજા યુવરાજ દત્તના પૌત્ર કુૃવર પ્રદ્યયુમ્ન નારાયણ દત્ત સિંહે આરટીઆઈ એક્ટિવિસ્ટ સિધ્ધાર્થ નારાયણને પોતાના પૂર્વજાેની સંપત્ત્‌ સાથેની સમસ્યા જણાવી હતી. એક્ટીવિસ્ટ સિધ્ધાર્થે અલગ અલગ ચર આરટીઆઈ કરી, જેમાં જીલ્લા કલેકટર, નાણાં વિભાગ, રેવન્યુ વિભાગ અને કમિશ્નરને કરી હતી.

ચારેય આરટીઆઈ લખમીપુર જીલ્લા કલેકટરને ફોરવર્ડ કરાઈ હતી. બાદમાં ર૭ માર્ચ ર૦ર૦ના રોજ આરટીઆઈનો જવાબ આપ્યો હતો. અને ખબર પડી કે રાજાની સંપતિનો ખાતા નંબર પાંચ અને ૩પ૯ છે. આ મામલે ઓયેલ રિયાસતના રાજા વિષ્ણુ નારાયણ દત્તે આનંદ વ્યક્ત કરીને ખીરીના કલેેકટર શૈલેન્દ્ર કુમાર સિંહ અને એસઆરઓ કેપ્ટન એસપી દુબેનો આભાર વ્યક્ત કર્યો હતો. શોધ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.