Western Times News

Gujarati News

કોર્ટના ઝટકા બાદ ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ

કોલકત્તા: પશ્ચિમ બંગાળ પોલીસે ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ કરી છે. રાકેશ સિંહની પૂર્વી બુર્દવાન જિલ્લાના ગાલસીથી ધરપકડ કરવામાં આવી. રાકેશ સિંહની પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા તેને કોલકત્તા હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેમાં તેણે અપીલ કરી હતી કે પોલીસની મળેલી નોટિસને રદ્દ કરવામાં આવે. કોલકત્તા ઉચ્ચ ન્યાયાલયે દિવસમાં ભાજપ નેતા રાકેશ સિંહની તે અરજી નકારી દીધી, જેના દ્વારા તેણે ડ્રગ્સ કેસના મામલામાં પોલીસની એક નોટિસને રદ્દ કરવાની વિનંતી કરી હતી.

પોલીસે સિંહને આ નોટિસ ડ્રગ્સ કેસમાં તેમની સમક્ષ રજૂ થવા માટે જારી કરી હતી. પશ્ચિમ બંગાળ સરકાર રાજ્ય તરફથી રજૂ થયેલા એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કહ્યુ કે, સિંહના રાજકીય પક્ષમાં સામેલ થવા પહેલા તેની વિરુદ્ધ ૫૬ કેસ પેન્ડિંગ છે અને આ વિષયનો કોઈ રાજકીય સંબંધ નથી. ન્યાયમૂર્તિ સવ્યસાચી ભટ્ટાચાર્યએ બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સિંહની અરજી નકારી હતી. ભાજપની યુવા શાખા (ભારતીય જનતા યુવા મોર્ચા)ની કાર્યકર્તા પામેલા ગોસ્વામીએ ડ્રગ્સ કેસમાં સિંહનું નામ લીધુ હતું.

પામેલાના થેલા અને કારમાંથી ૯૦ ગ્રામ કોકીન જપ્ત થયા બાદ તેની પાછલા સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. ભાજયુમોની પ્રદેશ સચિવ પામેલાએ આરોપ લગાવ્યો કે, સિંહે તેને ફસાવવા માટે ષડયંત્ર રચ્યુ છે. કોર્ટના આદેશ બાદ કોલકત્તા પોલીસ સિંહના આવાસ પર પહોંચી હતી. આ પહેલા સિંહના પરિવારે પોલીસને આવાસમાં પ્રવેશ કરતા રોકી હતી. સિંહે પોલીસની નોટિસ રદ્દ કરવા માટે હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. સિંહના વકીલોએ દલીલ કરી હતી કે ભાજપમાં સામેલ થયા બાદ તેના વિરુદ્ધ ૨૬ કેસ નોંધવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.