Western Times News

Gujarati News

કેવડીયામાં સરદાર પટેલની પ્રતિમા અંગે સંસ્કૃતમાં જાણકારી આપતા ૧પ ગાઈડ

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના મન કે બાત’ કાર્યક્રમમા એક સરસ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સંદર્ભમાં સંસ્કૃતમાં જાણકારી આપી રહેલા ૧પ ગાઈડ કેવડીયામાં છે.

આ કાર્યક્રમ દરમ્યાન એક મહિલા ગાઈડ પણ સંસ્કૃતમાં કઈ રીતે સહેલાણી ઓનેે જાણકારી આપી રહે છે તેનો વિડીયો પણ બતાવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં શ્રોતાઓને સંબોધીને જણાવ્યુ હતુ કે લોકોને સંસ્કૃતમાં સરદાર પટેલની પ્રતિમા અંગે જાણકારી આપતી મહિલાને તમે લોકોએ સાંભળી છેૃ.

તમને જાણીને આનંદ થશે કે કેવડીયામાં ૧પ ગાઈડ સરદારની પ્રતિમા અંગે સંસ્કૃતમાં જાણકારી આપી રહ્યા છે. વડાપ્રધાન ના કાર્યક્રમ બાદ ગુજરાતના એડીશ્નલ ચીફ સેક્રેટરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી સંભાળી રહેલા ડો.રાજવીકુમાર ગુપ્તાએ પણ ટિ્‌વટ કરતા જણાવ્યુ હતુ કે સંસ્કૃંત ભાષા ભારતની સૌથી જૂની પ્રાચીન ભાષા છે.

વડાપ્રધાન મોદીની પ્રેરણાથી કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેે ઘણા ગાઈડ સંસ્કૃતમાં ટુરીસ્ટોને સંસ્કૃતમાં જ જાણકારી આપી રહ્યા છે. માત્ર થોડો સમયના પ્રશિક્ષણમાં જ તેઓ સંસ્કૃત ભાષા શીખી ગયા છે. જેના માટે વડાપ્રધાનનો આભાર. ડો.રાજીવકુમાર ગુપ્તાએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર વડાપ્રધાનના કાર્યક્રમનો આ વિડીયો પણ મુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.