Western Times News

Gujarati News

મુંબઇથી દિલ્હી માત્ર ૧૦ કલાકોમાં પહોંચી શકાશે

મુંબઇ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી મુંબઇની વચ્ચે દોડનાર રાજધાની એક્સપ્રેસમાં સફર કરનાર લોકોને હવે રાહત થશે. કારણ કે સમયમાં થોડાક ઘટાડો થનાર છે. રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટકચર ને વધુ શાનદાર બનાવવા માટે વર્ષ ૨૦૨૩ સુધી તમામ પગલાને પૂર્ણ કરવામા આવનાર છે. ઇન્ફ્રાસ્ટકચરને સુધારીને વર્ષ ૨૦૨૩ સુધી પ્રવાસના સમયમાં કાપ મુકવામાં આવનાર છે.

આની સાથે પ્રવાસ સમયને પાંચ કલાક ૪૫ મિનિટ સુધી બચાવી શકાય છે. પ્રવાસના સમયને હવે પાંચ કલાક અને ૪૫ મિનિટ સુધી ઘટાડી દેવામાં આવનાર છે. હાલમાં અ પ્સા ૧૫ કલાક અને ૪૫ મિનિટ સુધીનો છે. ઇન્ફ્રાસ્ટકચર કમજાર હોવાના કારણે હાલમાં સમયસર ટ્રેનો પહોંચી શકતી નથી. સાથે સાથે અન્ય અનેક પ્રકારની તકલીફો પણ આવી રહી છે.

હવે આ વ્યવસ્થામાં ઝડપથી સુધારા કરવા માટે રેલવે દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટકચરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજધાની એક્સપ્રેસના તમામ રેક જર્મનની સુપિરિયર લિન્ક હાફમેન બશ ટેકનોલોજી સાથે બને છે. જેથી તે ૧૫૦ કિલોમીટરની ગતિથી દોડી શકે છે.

જા કે તેને સપોર્ટ કરનાર ઇન્ફ્રાસ્ટકચરને વ્યસ્થિત  કરવા માટે પણ પગલા ખુબ જરૂરી છે. રેલવેના મુલ્યાંકન બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૬૦૦૦૦ કિોમીટરના નેટવર્ક પૈકી માત્ર ૦.૩ ટકા નેટવર્ક પર જ ૧૬૦ કિલોમીટરની ગતિથી ટ્રેનને દોડાવી શકાય છે. જ્યારે પાંચ ટકા ટ્રેક પર ૧૩૦ કિલોમીટરની ગતિ રહી શકે છે. રેલવે દ્વારા અનેક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.