Western Times News

Gujarati News

દિલ્હી માટે વર્ષ ૨૦૨૧-૨૨નું ૬૯,૦૦૦ કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ રજુ

નવીદિલ્હી: દિલ્હી સરકારે આજે દિલ્હીનું પહેલું ઈ બજેટ રજુ કર્યું. આ બજેટમાં રાજ્યની મહિલાઓના જીવનને સુલભ બનાવવા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રમાં કુલ બજેટનો એક ચતુર્થાંશ બજેટ જારી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીવાસીઓ માટે અનેક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હી માટે વર્ષ ૨૦૨૧-૨૨નું ૬૯,૦૦૦ કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ રજુ કર્યું.

નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ બજેટ રજુ કરતા કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં પણ દિલ્હીવાસીઓ માટે ફ્રી વીજળીની સુવિધા ચાલુ રહેશે. દિલ્હી સરકારે ૯૦ કરોડ રૂપિયા તેના માટે જાેગવાઈ કરી છે. દિલ્હી સરકારે આગામી નાણાકીય વર્ષમાં ઉર્જા ક્ષેત્ર માટે ૩૨૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાેગવાઈ કરી છે. સ્વાસ્થ્ય સેવાઓ માટે ૯૯૩૪ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે જે કુલ બજેટના ૧૪ ટકા છે.

દિલ્હી સરકારે રાજ્યની મહિલાઓને રોજગાર આપવા માટે સહેલી સમન્વય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. દિલ્હીમાં આ યોજના હેઠળ ૨૩ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે. જે મહિલાઓ માટે ગાઈડ કરવાનું કામ દિલ્હી સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે ૧૬ હજાર ૩૭૭ કરોડ રૂપિયા પ્રસ્તાવ મૂક્યો છે. જે કુલ બજેટના એક ચતુર્થાંશ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ બજેટ રજુ કરતા કહ્યું કે રાજ્યમાં આવનારા દિવસોમાં અનેક સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી પણ બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે દિલ્હીને ખેલના ક્ષેત્રમાં એટલું આગળ લઈ જવા માંગીએ છીએ કે ૨૫ વર્ષ બાદ દિલ્હીમાં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થઈ શકે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કોરોનાકાળમાં ઓનલાઈન એજ્યુકેશનના વધુ સારા ઉપયોગને જાેતા રાજ્યમાં પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ ખોલવાનો ર્નિણય લીધો છે. આ શાળામાં ભણાવવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. બજેટ રજુ કરતા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે આજે હું દેશભક્તિ બજેટ ભારતના આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના જશ્નને ધ્યાનમાં રાખીને રજુ કરી રહ્યો છું. આ સાથે જ ૭૫ સપ્તાહ સુધી દેશભક્તિ મહોત્સવનું આયોજન કરાશે. જેની શરૂઆત ૧૨ માર્ચથી થશે. આ બજેટ ભારતના ૭૫ અને સાથે જ આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થવા પર કેન્દ્રિત હશે.

– ભગત સિંહના જીવન પર કાર્યક્રમ માટે ૧૦ કરોડનું બજેટ અલગથી. ભીમરાવ આંબેડકરના જીવન ઉપર પણ ખાસ કાર્યક્રમ થશે તે માટે ૧૦ કરોડનું બજેટ. દિલ્હીની પહેલી સૈનિક સ્કૂલ શરૂ થશે એનડીએની ટ્રેનિંગ માટે પણ એકેડેમિક શરૂ કરાશે. યોગની ટ્રેનિંગ માટે ૨૫ કરોડનું બજેટ. – સમગ્ર દિલ્હીમાં ૫૦૦ સ્થળો પર તિરંગા લગાવવામાં આવશે. દર ૨-૩ કિમીના અંતરે તિરંગો લહેરાતો જાેવા મળશે. તે માટે ૪૫ કરોડનું બજેટ. મફતમાં કોરોના રસી આપવાની જાહેરાત. મનિષ સિસોદીયાએ કહ્યું કે દિલ્હીના લોકને મફત કોરોના રસી સરકારી હોસ્પિટલોમાં મળતી રહેશે. આ માટે ૫૦ કરોડ રૂપિયાના બજેટની જાેગવાઈ છે. આ ઉપરાંત અનેક જાહેરાતો કરાવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.