Western Times News

Gujarati News

હવે બાળકોને કોરોનાની રસી માટેના ટ્રાયલ પર વિશ્વની નજર

Files Photo

નવી દિલ્હી: શાળાઓ ખુલી રહી છે અને સાથે સાથે પેરેન્ટ્‌સનું ટેન્શન પણ વધી રહ્યું છે. જાેકે અત્યાર સુધી એવું લાગે છે કે બાળકો મોટા ભાગે કોરોના વાયરસથી સુરક્ષિત છે. અમેરિકામાં ૫ લાખ મૃત્યુમાંથી બાળકોનો આંકડો ૩૦૦થી ઓછો છે. તેમ છતાં, કોઈ નહીં ઇચ્છે કે તેના બાળકને ચેપ લાગે. શાળાઓમાં કોવિડ ફાટી નીકળવાના સમાચારથી તણાવ વધારે વધે છે.

ગયા અઠવાડિયે હરિયાણાની એક સ્કૂલમાંથી ૫૪ બાળકો પોઝિટિવ હોવાનું જાણવામાં આવ્યું હતું. દેશના બીજા ઘણા ભાગોમાં શાળાઓની અંદર કોવિડના કેસ નોંધાયા છે. તેવામાં એક પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે કે બાળકો માટે હજી સુધી કોરોનાની કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી. આટલો સમય કેમ લાગે છે? બાળકો માટે રસી ક્યારે તૈયાર થશે? તેમને રસી આપવાની શું જરૂર છે? ચાલો આપણે આમાંના કેટલાક પ્રશ્નોના જવાબો જાણીએ.

નીતિઓ નક્કી કરનારાઓની પ્રાથમિકતા અત્યાર સુધી સૌથી વધુ ખતરો હોય તેવા લોકોને વહેલી તકે રસી પૂરી પાડવાની છે. અત્યાર સુધી એવું જાેવા મળ્યું છે કે બાળકો હળવા લક્ષણો સાથે કોવિડ વાયરસનો સામનો કરવામાં સક્ષમ છે, પરંતુ તેઓ આ વાયરસને અન્ય લોકોમાં ફેલાવી શકે છે. એટલે કે જાે બાળકને શાળામાં કોરોના હોય તો તે તેના દાદા-દાદી અથવા ઘરના વૃદ્ધોને ચેપ લગાડી શકે છે, જેમનામાં કોવિડ ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. બાળકોનું રસીકરણ વયસ્કોની સુરક્ષા કરશે. બાળકોને રસી આપવના ઘણા ફાયદા છેઃ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.