Western Times News

Gujarati News

કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડૂલકરે ચીસ પાડી

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્‌સમેન અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારનાર ખેલાડી સચિન તેંડુલકર હાલમાં રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્‌ડ સીરીઝમાં ઈન્ડિયા લેજન્સ્ઈ ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે. સચિન તેંડુલકર સહિત તમામ ખેલાડીઓનો દરેક મેચ પહેલા કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે. આ કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરએ કંઈક એવું કર્યં કે આખો મેડિકલ સ્ટાફ ડરી ગયો. ઈંગ્લેન્ડ લેજન્સની વિરુદ્ધ મેચ પહેલા સચિન તેંડુલકરનો કોરોના ટેસ્ટ થયો અને તે અચાનક ચીસ પાડી ઉઠ્‌યો.

સચિન તેંડુલકરે ચીસ પાડતાં તેમનો કોરોના ટેસ્ટ કરી રહેલી મેડિકલ કર્મચારી ખૂબ જ ડરી ગઈ. મૂળે સચિને તેની સાથે મજાક કરી હતી. સચિનના આ મજાકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સચિન તેંડુલકરે આ વીડિયોને પોસ્ટ કરતાં મજાકના અંદાજમાં કેપ્શન લખ્યું, હું ૨૦૦ ટેસ્ટ રમ્યો અને ૨૭૭મો કોવિડ ટેસ્ટ! માહોલને હળવું કરવા માટે એક નાની મજાક.

આપણા સ્વાસ્થ્યકર્મીઓને સલામ. નોંધનીય છે કે, મંગળવારે ઈંગ્લેન્ડ લેજન્ડ્‌સની વિરુદ્ધ સચિન તેંડુલકર સારી બેટિંગ ન કરી શક્યા અને તે ૯ બોલ પર ૯ રન કરી આઉટ થઈ ગયા. મોન્ટી પાનેસરે સચિનની વિકેટ લીધી હતી. નોંધનીય છે કે ઈન્ડિયા લેજન્ડ્‌સને ૨૦ ઓવરમાં ૧૮૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. સચિન-સહેવાય અને યુવરાજ ઝડપથી આઉટ થવા છતાંય ઈરફાન પઠાણે સ્ફોટક બેટિંગ કરીને મેચ રોમાંચક બનાવી દીધી. ઈરફાન પઠાણે ૩૪ બોલમાં અણનમ ૬૧ રન કર્યા પરંતુ ટીમ ૬ રને હારી ગઈ. ઈન્ડિયા લેજન્ડ્‌સની ટીમ ૭ વિકેટ પર ૧૮૨ રન કરી શકી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.