Western Times News

Gujarati News

જળપરી જેવા બાળકના જન્મથી ડૉક્ટરો અચંબિત

હૈદરાબાદ: હૈદરાબાદમાં એક હૉસ્પિટલ ખાતે એક અનોખા બાળકનો જન્મ થયો હતો. જાેકે, તે ફક્ત થોડા જ કલાકો જીવતું રહ્યું હતું. બાળકના દેખાવને જાેઈને હૉસ્પિટલનો સ્ટાફ અચંબિત રહી ગયો હતો. હકીકતમાં અહીં એક મર્મેડ બેબી (કાલ્પનિક દરિયાઈ પ્રાણી કે જેનો ઉપરનો ભાગ માણસ જેવો અને નીચેનો ભાગ માછલી જેવો હોય)નો જન્મ થયો હતો. આને ડૉક્ટરની ભાષામાં મેર્મેડ સિન્ડ્રોમ કહે છે. જેના કારણે બાળકનો વિકાસ આ રીતે થાય છે.

પેટલાબુર્જ સરકારી મેટરનિટી હૉસ્પિટલ ખાતે મહિલાએ આવા બાળકને જન્મ આપ્યો હતો. હૉસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે જન્મના થોડા જ કલાકમાં બાળકનું ખૂબ જ ગંભીર મેડિકલ સ્થિતિને પગલે નિધન થયું હતું. હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, બાળકનો જન્મ થયો અને જે બાદની બે કલાકમાં જ તેનું નિધન થયું હતું. આવા કિસ્સા ભાગ્યે જ જાેવા મળતા હોય છે. મર્મેડ સિન્ડ્રોન સાથે જન્મેલા બાળકના હાડકાં કંઈક અલગ જ રીતે વિકસિત થયા હોય છે. આ ભાગ્યે જ જાેવા મળતો કેસ છે.

આ ઉપરાત બાળકના જનનાંગો પણ હોતા નથી. બાળકની કરોડરજ્જુનો પણ વિકાસ થયેલો નથી હોતો. આ ઉપરાંત બંને કિડનીનો પણ અભાવ જાેવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિસોર્ડર સાથે જન્મેલા બાળકો વધારે સમય સુધી જીવિત રહી શકતા નથી. બાળકના કમરથી નીચેનો ભાગ જાેડાયેલો હોય છે.

સરકારી હૉસ્પિટલમાં આ પ્રકારના બાળકનો જન્મ થવાથી હૉસ્પિટલનો હાજરનો સ્ટાફ અચંબિત થઈ ગયો હતો. હૉસ્પિટલ બહાર પણ આ વાતની ચર્ચા છેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજકાલ બાળકના જન્મ પહેલા અનેક વખત સોનોગ્રાફી કરીને બાળકની સ્થિતિ અંગેની તપાસ કરવામાં આવે છે. આ કેસમાં સોનોગ્રાફી કે અન્ય કોઈ તપાસમાં બાળકની આવી સ્થિતિ અંગે માહિતી કેમ સામે ન આવી તે પણ એક પ્રશ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.