Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં ભાજપ ૨૦૦થી વધારે સીટો જીતશે

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનને ગતિ પ્રદાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મિદનાપુર જિલ્લામાં રોડ શો કર્યો હતો. રોડ શો સ્થાનિક બીજેપી કાર્યાલય પ્રેમહરિ ભવનથી શરૂ થયો હતો અને લગભગ એક કિલોમીટરની સફર તય કર્યા પછી તેનું સમાપન માલનચા પેટ્રોલ પંપ પર થયું હતું.

અમિત શાહ સાથે ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ દિલીપ ધોષ પણ હતા. રેલીમાં ભાજપાના હજારો સમર્થકો સામેલ થયા હતા. રોડ શો જાેવા માટે ઘરોની છત પર અને બાલકનીમાં પણ મોટી સંખ્યામાં લોકો જાેવા મળ્યા હતા. અમિત શાહે લોકોનું અભિવાદન કર્યું હતું.

આ દરમિયાન તેમની સાથે ખડગપુર સદર સીટથી પાર્ટીના ઉમેદવાર હિરન ચેટરજી પણ હતા. ચેટરજી અભિનેતા છે. રોડ શો પછી ત્યાં રહેલા સમર્થકોને સંબોધિત કરતા અમિત શાહે મમતા સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે અહીં ઉપસ્થિત જનસૈલાબ પરિવર્તનની નિશાની છે.

બંગાળમાં તૃષ્ટિકરણની રાજનીતિ હવે ચાલશે નહીં. પોતાના સંબોધનમાં અમિત શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં બીજેપી ૨૦૦થી વધારે સીટો જીતીને બહુમતની સરકાર બનાવશે. સરકાર ગઠન પછી ભાજપા બંગાળથી તૃષ્ટિકરણ ખતમ કરશે. ભ્રષ્ટાચાર અને રંગદારી વસૂલીની સાથે ત્યાંની કટમની સંસ્કૃતિને ખતમ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.