Western Times News

Gujarati News

હવે વોટ્‌સએપ ચેટિંગમાં શાનદાર ફીચર્સ ઉમેરાશે

નવી દિલ્હી: વોટ્‌સએપ જલદી જ નવું અપડેટ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેથી ચેટિંગ કરવું હવે વધુ રસપ્રદ બની જશે. આ અપડેટના રોલ આઉટ થતાં જ યૂઝર્સ કોઇપણ થર્ડ પાર્ટી એપના એનિમેટેડ સ્ટિકરની મજા માણી શકશે, અને મનપસંદ સ્ટીકર બનાવીને મિત્રોને શેર કરી શકશે. વોટ્‌સએપના દરેક અપડેટ્‌સ પર સ્ટડી કરનાર સાઇટના અનુસાર વોટ્‌સએપને થર્ડ પાર્ટી એનિમેટેડ સ્ટિકર પેક્સ ની પરવાનગી મળી ગઇ છે.

જેના લીધે સ્ટિકર પેક્સને રિયલ ટાઇમ વોટ્‌સએપમાં યૂઝ કરી શકાશે. હાલ અપડેટ બ્રાજીલ, ઇરાન અને ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી થોડા સમય આ ફીચર ભારતીય યૂઝર્સ માટે પણ રોલ આઉટ કરી દેવામાં આવશે.

અત્યાર સુધી યૂઝર એનિમેટેડ સ્ટીકર બનાવવા માટે થર્ડ પાર્ટી એપ મદદ લઇ રહ્યા છે. આ એક એપ છે જેને પહેલાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડે છે, અને પછી જે વીડિયો એનિમેશન ઇચ્છે છે તેને કેમેરા વડે રેકોર્ડ કરવા માટે એનિમેટેડ સ્ટિકર તૈયાર કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર વોટ્‌સએપ પર જલદી એક ખાસ ટેબ એડ કરવામાં આવશે, જેના પર ક્લિક કરતાં જ યૂઝર્સ ઇંસ્ટાગ્રામ રીલના શોર્ટ વીડિયો જાેઇ શકશો. તેના માટે ફેસબુકે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. જાે આમ થાય છે તો યૂઝર્સ વોટ્‌સએપમાં પણ ઇંસ્ટાગ્રામના ખાસ ફીચર્સની મજા માણી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.