Western Times News

Gujarati News

રાજ્યમાં આજથી ૩૧ માર્ચ સુધી રાતના ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યૂ

ગાંધીનગર: રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો ર્નિણય કર્યો છે.રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમા ં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો ર્નિણય કર્યો છે. ત્યારે સરકારના ર્નિણયને પગલે એસટી દ્વારા પણ ર્નિણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના ૧૦ વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્‌યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્‌યુનો ર્નિણય લેવાયો છે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્‌યૂની મુદત વધારવામાં આવી છે નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ ર્નિણય લેવા સૂચના આપી છે. નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય ર્નિણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે.

આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે ૮ વિસ્તારમાં રાતે ૧૦ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને ર્નિણય કર્યો કે જાેધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના ૧૦ વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

આવતીકાલથી વિના કારણે ૧૦ વાગ્યા પછી બહાર નીકળનારા લોકોને દંડ ફટકારવામાં આવશે. રાજ્યમાં જે રીતે એક સપ્તાહમાં કોરોના કેસ વધ્યા છે, તે જાેતા ગુજરાત સરકારે આ ર્નિણય લીધો છે. જેનો ચુસ્તપણે અમલ કરાવવામા આવશે. હવે આ કરફ્યૂ ૩૧ માર્ચ સુધી લાગુ રહેશે.

રાજ્ય સરકારે કરફ્યૂના સમયમાં ૨ કલાકનો વધારો કર્યો છે. જાે કોરોના કેસ સતત વધશે તો સરકાર હજી આકરા ર્નિણયો લઈ શકે છે. ગત માર્ચ મહિના જેવી પરિસ્થિતિ ઉદભવશે તો સરકાર આ સમયગાળામાં પણ વધારો કરી શકે છે. રાજ્યમાં કોરોનાની વેક્સીન લીધા પછી પણ કોરોના થતો હોવાની વાતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીકાર કર્યો છે. નીતિન પટેલે કહ્યું કે, કેટલાક કોરોનાના કેસમાં વેક્સીનના બે ડોઝ લીધા પછી પણ કોરોના થયો છે. પણ ગુજરાતમાં આ કેસ ખૂબ ઓછા છે. ગુજરાતમાં વેક્સીનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે.

કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે ૧૪.૫૦ લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલથી ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્‌યૂ લંબાવાયો છે. પરંતુ આ વખતે સમય વધારવામાં આવ્યો છે.

જે રીતે ગુજરાતમાં તંત્ર અને સરકાર કોરોનાને લઈને ર્નિણયો કરી રહી છે તે જાેતાં ચર્ચા એવી થઈ રહી છે કોરોના તો કહ્યાગરો થઈ ગયો છે. તંત્ર કહે ત્યારે કોરોના જતો રહે છે અને તંત્ર કહે ત્યારે કોરોના આવી જાય છે. આવામાં લોકોમાં રોષ પણ જાેવા મળી રહ્યો છે કે જ્યારે ચૂંટણી અને મૅચ જેવા કાર્યક્રમો હોય છે ત્યારે સરકાર અને તંત્રને કોરોના નથી નડતો. હવે જ્યારે આ કાર્યક્રમો પૂર્ણ થઈ ગયાં છે ત્યારે સામાન્ય પ્રજા અને વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે તે બધું દેખાય છે. લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે આ તંત્રની બેવડી નીતિ છે અને જાે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા હોય તો તેમાં સામાન્ય પ્રજા અને વેપારીઓનો કોઈ વાંક નથી.

લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આક્રોશ ઠાલવ્યો હતો કે સરકાર પાસે કોરોનાને પહોંચી વળવા માટે કોઈ ઠોસ પ્લાન દેખાતો નથી. જાે હોત તો અત્યાર સુધી પરિણામ દેખાઈ ગયું હોત. મનફાવે ત્યારે નિયમો બદલે છે અને મનફાવે ત્યારે ર્નિણયો લાદી દેવામાં આવે છે. જ્યારે ચૂંટણી સભા, મેળાવડા અને સરકારના પોતાના કાર્યક્રમો હોય ત્યારે છૂટ આપી દેવાય છે. જ્યારે આ બધું પતી જાય છે ત્યારે ફરી નિયમો લાદી દેવામાં આવે છે.

આવામાં પ્રજા અને ખાસ કરીને વેપારીઓ હેરાન થાય છે. તેમનું કહેવુ છે કે નાઈટ કર્ફ્‌યૂ અને નિયમો અમે સ્વીકારીએ છીએ કે મહામારીને કાબૂમાં લાવવા જરૂરી છે. પરંતુ આ નાઈટ કર્ફ્‌યૂ અને કોરોના વધવાનું કારણ વેપારીઓ અને તેમના ધંધા છે તેવું કહેતા હોવ તો ચોક્કસપણે ખોટું છે. આ અમારા લીધે કોરોના વધ્યો નથી પરંતુ તંત્ર અને સરકારની મનફાવે ત્યારે છૂટ આપવાની નીતિને કારણે થયું છે. રાજયમાં લગભગ કોરોના પૂર્ણ થઈ ગયો હતો પરંતુ ચૂંટણીમાં મોટી મોટી સભાઓ અને કાર્યક્રમોને કારણે ફરી એક વખત કોરોના વકર્યો છે. કાર્યકરોએ કોઇ નિયમ પાળ્યા ન હતાં જેના કારણે અમારે હાલમાં ભોગવવું પડી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.