Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૪૯૨ નવા કેસ, ૧૩૧ લોકોનાં મોત

નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં રેકોર્ડ ૩ કરોડથી વધુ વેક્સીનેશનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. પરંતુ બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને કર્ણાટકમાં વધી રહેલા કોરોના કેસોએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતાં ૨૪ કલાકમાં ૧૫ હજાર કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૪ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે.

દેશમાં કુલ ૩ કરોડ ૨૯ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં સૌથી વધુ કોરોના વેક્સીન આપવામાં આવી છે. ૨૪ કલાકમાં ૩૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૪,૪૯૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૩૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૪,૦૯,૮૩૧ થઈ ગઈ છે.

આ ઉપરાંત, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૦ લાખ ૨૭ હજાર ૫૪૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૦,૧૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૨૩,૪૩૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૮,૮૫૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૫ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૮૨,૮૦,૭૬૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૮,૭૩,૩૫૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ ૮૯૦ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ ૫૯૦ વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજાે વેવ શરૂ થયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૨૬૨, અમદાવાદમાં ૨૦૯, રાજકોટમાં ૯૫, વડોદરામાં ૯૩, ભરૂચમાં ૩૧, ખેડામાં ૨૩, દાહોદમાં ૧૫, આણંદ ૧૪, નર્મદામાં ૧૭૪, પંચમહાલમાં ૧૪, જામનગરમાં ૧૪. ભાવનગરમાં ૧૨, ગાંધીનગરમાં ૧૮, કચ્છમાં મહેસાણામાં ૧૦-૧૦, મહીસાગરમાં ૮, સાબરકાંઠામાં ૯, અમરેલીમાં ૬, જૂનાગઢમાં ૯, પાટણમાં ૫, ગીરસોમનાથમાં ૪, મોરબી, સુરેન્દ્રનગરમાં ૪-૪, નવસારી અને તાપીમાં ૨-૨, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં ૧-૧ એમ કુલ ૮૯૦ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.