Western Times News

Gujarati News

સ્નેપ ઈન્ક. ભારતમાં યુઝર- જનરેટેડ કન્ટેન્ટ સ્પોટલાઈટ માટે તેનું નવું મનોરંજન મંચ સ્નેપ ઈન્ક. રજૂ કર્યું

સ્નેપ ઈન્ક. દ્વારા આજે જાન્યુઆરીમાં 100 મિલિયનથી વધુ યુઝર્સ જોયા તે સ્નેપચેટમાં યુઝર- જનરેટેડ કન્ટેન્ટ માટે તેનું નવું મનોરંજન મંચ સ્પોટલાઈટની ઘોષણા કરી છે, જે હવે ભારતમાં લાઈવ છે. સ્પોટલાઈટ સ્નેપચેટ સમુદાયમાંથી સૌથી મનોરંજક સ્નેપ્સને સર્વ એક સ્થળે લાવે છે અને દરેક સ્નેપચેટરો માટે તેમની અગ્રતાઓ અને ફેવરીટ્સને આધારે સમયાંતરે અનુકૂળ બનશે.

સ્નેપચેટર્સ દુનિયામાં અમુક સૌથી અભિવ્યક્ત અને ક્રિયાત્મક મોબાઈલ વાર્તાકારો છે અને સ્પોટલાઈટ વ્યાપક રીતે તેમના નિર્માણને આદાનપ્રદાન કરવાનો મોકો આપે છે. દરરોજ નિર્માણ કરાતા લગભગ 5 અબજ સ્નેપ્સ સાથે સ્પોટલાઈટ સ્નેપચેટ સમુદાયને પોતાને વ્યક્ત કરવા અને નવી રીતે વિશાળ દર્શકો સુધી પહોંચવા માટે સશક્ત બનાવે છે.

સ્પોટલાઈટ ટોચની અગ્રતા તરીકે તેમના કલ્યાણ સાથે સ્નેપનાં મૂલ્યો સુધી જીવવા સાથે સ્નેપચેટ સમુદાયનું મનોરંજન કરવા માટે તૈયાર કરાયું હતું. સ્પોટલાઈટ કન્ટેન્ટમાં સુધારણા કરવામાં આવી છે અને જાહેર ટિપ્પણીઓ મંજૂર કરાતી નથી. સ્પોટલાઈટને સુપરત કરાતા સ્નેપ્સે વિતરણ પ્રાપ્ત કરવા માટે સ્નેપની કન્ટેન્ટ ગાઈડલાઈન્સનો આદર રાખવાનું આવશ્યક છે.

સ્નેપનો 1 મિલિયન ડોલરનો ડે પ્રોગ્રામ પણ ભારતમાં ઉપલબ્ધ થશે, જે સ્થાનિક ભારતીય સ્નેપચેટર્સની ક્રિયાત્મકતાની ઉજવણી કરશે અને તેમને પુરસ્કૃત કરશે અને ક્રિયેટરો માટે રોજ 1 મિલિયન ડોલરનું ભંડોળ કમાણી કરવાનો મોકો આપશે છે. સ્નેપચેટર્સ 16 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ અને લાગુ હોય ત્યાં કમાણી કરવા માટે વાલીની પરવાનગી પ્રાપ્ત કરવાની રહેશે.

સ્પોટલાઈટ હવે ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં ઉપલબ્ધ છે, જે અગાઉ 11 દેશોમાં લોન્ચ કરાઈ હતી (યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, યુકે, આયરલેન્ડ, નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, જર્મની, ફ્રાન્સ).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.