Western Times News

Gujarati News

છેલ્લાં એક વર્ષમાં મસાલા અગરબત્તીની માગમાં 25 ટકા સુધીનો વધારો થયો

પરંપરાગત અગરબત્તીઓ ફરી ફેશનમાં, માગમાં વધારો! ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશન (AIAMA)

કોવિડથી આપણી ખરીદીની પેટર્ન પર અસર થઈ છે. ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશન (AIAMA)ના જણાવ્યા મુજબ, રોગચાળાએ અગાઉના અનુભવોમાં રસ ફરી પેદા કર્યો છે, જેમાં મસાલા અગરબત્તીમાં લોકોને રસ નોંધપાત્ર રીતે ફરી વધ્યો છે. એસોસિએશનના કહેવા મુજબ, છેલ્લાં એક વર્ષમાં મસાલા અગરબત્તીની માગમાં 25 ટકાની વૃદ્ધિ થઈ છે. In spite of COVID the demand for Masala Agarbathi has grown by 25% in the last one year states All India Agarbathi Manufacturers Association (AIAMA)

મસાલા અગરબત્તી એ અગરબત્તીની પરંપરાગત વેરાઇટી છે, જેમાં રાળ, મસાલા, ઔષધિઓ અને અન્ય કુદરતી સામગ્રીનો ઉપયોગ થાય છે અને હેન્ડ રોલિંગ દ્વારા બનાવવામાં આવે છે. મસાલા અગરબત્તીઓ માટેની આ માગ મેટ્રોની સાથે અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત વધી રહી છે.

AIAMA મુજબ, આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ મસાલા અગરબત્તીઓમાં રસમાં 30 ટકાનો વધારો થયો છે. મસાલા અગરબત્તીઓ માટે અગ્રણી બજારો પૈકીનું એક બજાર અમેરિકા છે, જેણે મોટા પાયે મસાલા અગરબત્તીઓની ફ્રેગ્રન્સનો સ્વીકાર કર્યો છે.

AIAMAના પ્રેસિડન્ટ શ્રી અર્જુન રંગાએ મસાલા અગરબત્તીઓ માટે બજારમાં વધતી માગ પર કહ્યું હતું કે, “ભારતીય અગરબત્તીઓ આપણા દેશની ફ્રેગ્રન્ટ એમ્બેસડર છે અને મસાલા અગરબત્તીઓ પરિવર્તનકારક બની ગઈ છે. મસાલા અગરબત્તીઓ વિશિષ્ટ છતાં રાહતદાયક ફ્રેગ્રન્સ આપે છે અને એણે ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

હકીકતમાં મસાલા અગરબત્તીઓએ ઉદ્યોગને પૂજાઅર્ચના ઉપરાંત અન્ય બાબતો માટે મદદ કરી છે. એનાથી ઉદ્યગને નવા ગ્રાહકો મેળવવામાં તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાં પહોંચ વધારવામાં મદદ મળી છે.”

શ્રી અર્જુન રંગાએ ઉમેર્યું હતું કે,“મસાલા અગરબત્તીઓ માટે વધતી માગથી અગરબત્તી બનાવવાની પરંપરાગત રીતને જીવતદાન મળ્યું છે. મસાલા અગરબત્તીઓ માટે હેન્ડ રોલિંગની જાણકારી સાથે કુશળ પ્રતિભાની જરૂર છે. આ અગરબત્તીઓમાં વધતા રસથી વધુને વધુ લોકોને આ કૌશલ્ય શીખવા અને ઉદ્યોગમાં સામેલ થવા પ્રેરણા મળી છે.

અત્યારે કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં 25,000થી વધારે મહિલાઓ મસાલા અગરબત્તીઓ બનાવવામાં સંકળાયેલી છે અને ઉદ્યોગ તેમને લાભદાયક રોજગારી મેળવવામાં મદદરૂપ થઈ રહ્યો છે.”

છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતીય અગરબત્તીના બજારમાં આશરે 3.6 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ થઈ છે. ઉદ્યોગનું હાલનું રિટેલ મૂલ્ય આશરે રૂ. 7,500 કરોડ છે અને ઉદ્યોગ રૂ. 1,000 કરોડની આવક સાથે દેશમાં અગ્રણી નિકાસકાર ઉદ્યોગો પૈકીનો એક છે.

કોવિડપ્રેરિત લોકડાઉન અને ઉદ્યોગમાં પેદા થયેલા લોજિસ્ટિક અવરોધો વચ્ચે પણ અગરબત્તી ઉદ્યોગો એનું વેચાણ જાળવી રાખ્યું છે અને ઉદ્યોગમાં લાભદાયક રોજગારી પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અગરબત્તીની વિવિધ વેરાઇટીની વધતી સ્વીકાર્યતા ઉદ્યોગને વૃદ્ધિ માટે નવી ઊંચાઈએ પહોંચવા સક્ષમ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.