Western Times News

Gujarati News

ગુરુગ્રામના બસ્લામ્બી ગામમાં હાઈટેક વાઇ-ફાઇ સુવિધા શરૂ થઈ

HFCL લિમિટેડ અને VVDN ટેકનોલોજીસે સંયુક્તપણે i2e1થી સંચાલિત પીએમ-વાની વિલેજ સ્થાપિત કર્યું

નવી દિલ્હી, HFCL લિમિટેડની અગ્રણી ભારતીય વાઇ-ફાઇ બ્રાન્ડ IOએ અગ્રણી કોર સોલ્યુશન્સ પ્રોવાઇડર i2e1 સાથે અગ્રણી પ્રોડક્ટ એન્જિનીયરિંગ અને ઉત્પાદન કંપની VVDN ટેકનોલોજીસ સાથે જોડાણમાં આજે હરિયાણામાં બસ્લામ્બી મોડલ પીએમ-વાની વિલેજ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.  HFCL Limited and VVDN Technologies jointly set up a model PM-WANI Village powered by i2e1.

આ મોડલ વિલેજ તમામ રહેવાસીઓને હાઈ સ્પીડ વાઇ-ફાઇ પ્રદાન કરશે, નહીં તો ગુરુગ્રામના ફારુખ નગર તાલુકામાં સ્થિત બસ્લામ્બી ગામના રહેવાસીઓને નબળી કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. મોડલ વિલેજ આઇઆઇટી-દિલ્હીના સ્ટાર્ટઅપ i2e1 દ્વારા કોર સોલ્યુશન્સ સાથે HFCL IOના પીએમ-વાની કમ્પ્લાયન્ટ વાઇ-ફાઇ એક્સેસ પોઇન્ટને સંકલિત કરશે. i2e1 ટ્રાઇ અને ટેલીકોમ વિભાગ સાથે કામ કરીને પીએમ-વાની મોડલની વિભાવના ઊભી કરવામાં મુખ્ય પ્રદાતાઓ પૈકીનું એક છે.

હવે ગામના રહેવાસીઓ પીએમ-વાની કમ્પ્લાયન્ટ વાઇ-ફાઇ સાથે જોડાઈ ગયા છે, જેને એપ કે મોબાઇલ ઓટીપી દ્વારા ઓથેન્ટિફિકેશન મળશે તથા હાઇ-સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મેળવવા સક્ષમ છે, જેથી તમામ સરકારી, શૈક્ષણિક, મનોરંજન અને અન્ય કેટલીક સેવાઓ માટે ડિજિટલ જોડાણનો લાભ મેળવશે.

Mahendra Nahata MD HFCL

આ અંતરિયાળ ગામડામાં હાઇ-સ્પીડ બેકહોલ કનેક્ટિવિટી લાવવા માટે પોતાની સ્વદેશી રીતે વિકસાવેલા સુરક્ષિત વાઇ-ફાઇ સોલ્યુશન્સ પર આધારિત અને પોતાની હાઈ પર્ફોર્મન્સ પોઇન્ટ-ટૂ-પોઇન્ટ રેડિયોનો ઉપયોગ સાથે VVDNની નિષ્ણાત વાયરલેસ ટીમ સાથે HFCLએ i2e1 સહિત સંયુક્તપણે હાઇ-સ્પીડ વાઇ-ફાઇ નેટવર્ક ઇન્ટિગ્રેશન ઊભું કર્યું છે,

જેથી આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન થઈ છે અને સ્થાનિકોને એનો લાભ મળ્યો છે. પ્રીમિયર પ્રોડક્ટ એન્જિનીયરિંગ અને ઉત્પાદન કંપની VVDN ટેકનોલોજીસ, HFCLની એના તમામ વાઇ-ફાઇ અને અનલાઇસન્સ્ડ બેન્ડ રેડિયો સોલ્યુશન્સ મેકિંગ ઇન ઇન્ડિયા માટે પસંદગીની ઉત્પાદક પાર્ટનર છે.

HFCL દ્રઢપણે માને છે કે, કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ભારતનેટ પહેલ સાથે પીએમ-વાની આપણા દેશના તમામ વિસ્તારોમાં બ્રોડબેન્ડ અપડેટની કામગીરી વધારશે.

આ મોડલ વિલેજ સ્થાપિત કરવા અંગે HFCLના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ શ્રી જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે, “અમે HFCLમાં સૌથી વધુ ઇન્નોવેટિવ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરવા કટિબદ્ધ છીએ, જે ઉદ્યોગમાં સૌથી મોટી બ્રાન્ડ્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરશે. આ મોડલ વિલેજ આપણી સરકારના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સ કાર કરવાની દિશામાં વધુ એક પગલું છે,

જે ભારતમાં હાઇ ટેકનોલોજી ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન કરવામાં અમારી ક્ષમતા પ્રદર્શિત કરે છે. આ અનકનેક્ટેડને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મુખ્ય પ્રેરકબળ તરીકે પીએમ-વાની યોજનામાં અમારા વિશ્વાસને પ્રદર્શિત કરતું એક પ્લેટફોર્મ પણ છે. અમે આપણા આદરણીય પ્રધાનમંત્રીના ભારતને ઇનોવેશન કેન્દ્ર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા કટિબદ્ધ છીએ.”

બસ્લામ્બી ગામમાં ઇન્ટરનેટ પર્ફોર્મન્સના અનુભવ પર VVDNના સીઇઓ અને સ્થાપક શ્રી ભૂપેન્દર સહારને કહ્યું હતું કે, “આ પીએમ-વાની યોજનાનું વર્કિંગ મોડલ છે અને એણે દેશભરમાં આ પ્રકારના ઘણા મોડલ માટે યોજનાનો પાયો નાંખ્યો છે. પીએમ-વાની યોનજાના વિઝનને સુસંગત રીતે જાળવતી આ પહેલનો ઉદ્દેશ વિસ્તારમાં વાયરલેસ ઇન્ટરનેટ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો છે,

જેથી “જીવનની સરળતા” વધારી શકાય. આ પહેલનો ઉદ્દેશ બસ્લામ્બીના રહેવાસીઓને શ્રેષ્ઠ જોડાણ સાથે તેમના ઇન્ટરનેટની જરૂરિયાતમાં ખરાં અર્થમાં આત્મનિર્ભર બનાવશે. આ પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાને સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું છે.”

i2e1ના સ્થાપક સત્યમ દરમોરાએ કહ્યું હતું કે, “અમને વિશિષ્ટ મેક ઇન ઇન્ડિયા ઓઇએમ પૈકીની એક HFCL સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે, જે ખર્ચ સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ઉદ્યોગમાં અગ્રણી પર્ફોર્મન્સ, વિશ્વસનિયતા અને કોઈ પણ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સમકક્ષ કે એનાથી શ્રેષ્ઠ ખાસિયતો ઓફર કરે છે.

આ મોડલ વિલેજમાં પર્ફોર્મન્સ અમારી એ માન્યતાને વધારે દ્રઢ કરે છે કે, આપણે પીએણ-વાની સ્કીમ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા કોઈ પણ વિદેશી ટેકનોલોજી પર નિર્ભર રહેવાની જરૂર નથી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.