Western Times News

Gujarati News

બીકેટી ટાયર્સ સફળ ઈનિંગ્સ માટે સજ્જઃ ટી20 લીગમાં સાત અવ્વલ ટીમો સાથે ભાગીદારી

મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ સાથે ફરી એક વાર જોડાણ અને ટી-20 સીઝન 2021 માટે રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર સાથે નવી ભાગીદારી

ઓફફ- હાઈવે ટાયર માર્કેટમાં ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રુપ અને અગ્રણી વૈશ્વિક ખેલાડી બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લિ. (બીકેટી ટાયર્સ) દ્વારા આગામી ક્રિકેટ લીગની સીઝન 2021માં સાત ટીમોને પ્રાયોજિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. બીકેટી ટાયર્સ આગામી ટી-20 લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર, કોલકતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે ઓફિશિયલ ટાયર પાર્ટનર છે.

આ સૌથી મોટી ઓફફ- હાઈવે ટાયર ઉત્પાદક ભારતમાં સૌથી ભવ્ય સ્પોર્ટિંગ જલસામાંથી એકનું ફરી એક સ્વાગત કરે છે. આ સમૂહ દુનિયામાં સર્વ મુખ્ય સ્પોર્ટિંગ ઈવેન્ટ્સને ઢંઢોળતા દિગ્ગજ બળ તરીકે જ્ઞાત છે અને ક્રિકેટ પણ તેને માટે અલગ નથી. સીઝનનો આરંભ સૌપ્રથમ રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર સાથે જોડાણથી થયો હતો અને ત્યાર પછી સીઝન 2020માં બાકી છ ટીમો સાથે બીજી ભાગીદારી કરવામાં આવી હતી.

બીકેટી ટાયર્સ વૈશ્વિક સ્તરે પણ મોટા પાયા પર ક્રિકેટની રમતને સક્રિય રીતે ટેકો આપે છે. કંપનીએ હાલમાં લીગ સપ્લાયરમાંથી 2020માં કેએફસી બિગ બેશ લીગ (બીબીએલ)માં લીગ પાર્ટનર તરીકે સહયોગ સાથે પોતાને અપગ્રેડ કરી હતી. હવે સતત ત્રણ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સૌથી ભવ્ય ક્રિકેટ ઈવેન્ટ સાથે જોડાઈ છે અને આ માનવંતી ભાગીદારી થકી ઓસ્ટ્રેલિયન ખંડમાં પણ સ્પોર્ટસ માટે તેની ઉત્સુકતાને પ્રમોટ કરવાનું ચાલુ રાખ્યું છે.

ક્રિકેટ, ફૂટબોલ હોય કે  મોન્સ્ટર જેમ ખાતે દિલધડક સ્ટંટ્સ હોય, બીકેટી ટાયર્સને સ્પોર્ટસ ગમે છે, કારણ કે તે તેની કોર્પોરેટ ફિલોસોફીને સંપૂર્ણ પ્રદર્શિત કરે છે, જેમાં કટિબદ્ધતા અને વચનબદ્ધતા, લક્ષ્યો હાંસલ કરવાની ખુશી, હંમેશાં ઉચ્ચ અને ઉત્તમ મહત્ત્વાકાંક્ષાઓને લક્ષ્યમાં રાખીને સર્વ પ્રયાસો માટે પુરસ્કૃત કરવામાં આવે ત્યારે સંતોષ અને સંતુષઅટિની લાગણીનો સમાવેશ થાય છે.

કંપની કબડ્ડી જેવી વૈવિધ્યપૂર્ણ ભારતીય રમતગમતને પ્રોત્સાહન આપવામાં પણ સક્રિય રહી છે, કારણ કે તે આ રમતો હકારાત્મકતા અને ખુશીને પ્રમોટ કરે અને ઊર્જા નિર્માણ કરે છે તેમાં ભારપૂર્વક વિશ્વાસ રાખે છે. તેણે અગાઉ 2019ની એડિશન માટે દેશની અગ્રણી કબડ્ડી લીગની બારમાંથી આઠ ટીમ સાથે ભાગીદારી કરી હતી અને તામિલનાડુ પ્રીમિયર લીગ સાથે પણ જોડાણ ધરાવે છે.

અમે આ ભવ્ય ક્રિકેટિંગ પર્વનો હિસ્સો બનવાની ખુશી અનુભવીએ છીએ, જે ભવ્ય વૈશ્વિક લીગ સાથે મુખ્ય જોડાણો પછી વધુ એક સીઝન માટે આખા રાષ્ટ્રને જોડવા માટે જ્ઞાત છે. બીકેટીમાં અમે ક્રિકેટની રમત દ્વારા પ્રેરિત મૂલ્યોમાં ઊંડાણથી વિશ્વાસ રાખીએ છીએ,

જેમાં આગેવાની, ઉદારતાની ભાવના, સ્થિતિસ્થાપકતા અને સખત મહેનતનો સમાવેશ થાય છે અને અમે લીગની ઊર્જામાં યોગદાન આપવા માટે ખુશી અનુભવીએ છીએ. પ્રીમિયમ લીગ આ વર્ષે ભારતમાં પાછી આવી છે ત્યારે અમને ખાતરી છે કે આ એકત્રિત વૃદ્ધિનો સમય રહેશે, કારણ કે આપણા સમયની સૌથી લોકપ્રિય સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાંથી એકની ઉજવણી કરવા માટે આપણે બધા એકત્ર આવીએ છીએ, એમ બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજીવ પોદ્દારે જણાવ્યું હતું.

સર્વ સ્પોર્ટ ઈવેન્ટ્સ ભારતમાં બીકેટી માટે ખાસ સ્પોર્ટસ કન્સલ્ટિંગ એજન્સી રાઈઝ વર્લ્ડવાઈડની સહાયથી ઉત્તમ યુઝર નિકટતા અને વધતી બ્રાન્ડ જાગૃતિના લક્ષ્ય સાથે અચૂક વ્યૂહરચના પર આધારિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.