Western Times News

Gujarati News

પાર્કિગ જેવી નજીવી બાબતે પુત્રએ માતાને થપ્પડ મારતાં માતાનું મોત

વાહનોના પાર્કિંગ અંગેના વિવાદ બાદ, મહિલા, તેના પુત્ર રણબીર અને તેની પત્ની વચ્ચે દલીલ થઈ હતી.

નવી દિલ્હી: દ્વારકામાં પાર્કિગ બાબતે થયેલી દલીલના પગલે એક 76 વર્ષીય મહિલાનું તેના પુત્ર દ્વારા થપ્પડ મારતા તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. સોમવારે બપોરે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં મહિલા અવતાર કૌરને તેના પુત્રના ચહેરા પર થપ્પડ મારતા જોઇ શકાય છે, ત્યારબાદ તેની માતા બેભાન થઈ ગઈ હતી અને જમીન પર પડી હતી. Delhi’s Dwarka area old Woman Dies Allegedly After Being Slapped By Son CCTV Shows Assault

વીડિયો સામે આવ્યા બાદ પોલીસે બિન્દાપુર પોલીસ સ્ટેશનમાં તેના 45 વર્ષીય પુત્ર સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 304 (હત્યાના ગુના મુજબની સજા) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના પહેલા મહિલા અને તેના એક પાડોશી વચ્ચે વાહનો પાર્ક કરવા અંગે દલીલ થઈ હતી.

પાડોશી દ્વારા પીસીઆર કોલ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ફરિયાદીએ તેમને કહ્યું કે આ મુદ્દો હલ થઈ ગયો છે અને તે હવે આ મામલે આગળ વધવા માંગતી નથી. ત્યારબાદ, કૌરના દીકરાએ પડોશીઓ સાથે વાતચીત કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને વચ્ચે દલીલ દરમિયાન પુત્રએ તેની માતાને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી હતી. જેને કારણે તેની માતા જમીન પર પટકાઈ હતી.

સીસીટીવી ફુટેજમાં બતાવવામાં આવ્યું હતું કે વાહનોના પાર્કિંગ અંગેના વિવાદ બાદ, મહિલા, તેના પુત્ર રણબીર અને તેની પત્ની વચ્ચે દલીલ થઈ હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારી (દ્વારકા) સંતોષકુમાર મીનાએ જણાવ્યું હતું કે મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ તેને “મૃત” (Death on Arrival) જાહેર કરી હતી. અધિકારીએ ઉમેર્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને બેરોજગાર રણબીરની ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.