Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા કિડની સંબંધિત રોગો વિષે ગાંધીનગરમા સેમીનાર

વર્ષ ૨૦૦૬ થી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારના દિવસને વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ કિડની તથા તેને લગતા રોગો વિષે લોકો માં જાગ્રુતતા ફેલાવવાનો છે. ડાયાબિટીશ, હાઇ બ્લડ પ્રેશર, માસાંહાર તથા દારૂનું સેવનએ કિડની ફેલ થવાના મુખ્ય કારણો છે.

આ વર્ષે ૧૧મી માર્ચે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો,જેના અનુસંધાનમાં તા‌-૧૬-૦૩-૨૦૨૧ ના રોજ ગાંધીનગર,સેકટર 3 બી ખાતે આવેલી એસ.એસ.વી શાળામાં  લાયન્સ ક્લબ,શાહિબાગ  તથા Indian Renal Foundation દ્વારા કિડની તથા કિડની સંબંધિત રોગો વિષેની માહિતી આપતો સેમિનાર યોજવામાં આવ્યો.જેમાં Indian Renal Foundation સાથે છેલ્લા ૧૪ વર્ષથી સંકળાયેલા શ્રી જયેશભાઈ પટેલ દ્વારા માનવ શરીરમાં કિડનીનું કાર્ય,

તેમાં થતા રોગો,રોગોના કારણો,લક્ષણો તથા તે રોગ ને અટકવવા માટે શું પગલાં લેવા જોઇએ તે માહિતી આપવામાં આવી. તેમજ તેમણે એ પણ ઉમેર્યું કે રોજિંદા જીવન માં થોડી કાળજી રાખવામાં આવે તો આપણે સહેલાઇ થી આ આપણી કિડની સુરક્ષિત રાખી શકીએ છીએ.

જેના માટે આપણે પર્યાપ્ત પ્રમાણમાં  પાણી નું સેવન કરવું જોઈએ,તથા ખોરાક માં મીઠાનું પ્રમાણ  ધટાડવું જોઇએ.એક વખત કિડની ખરાબ થઈ જાય તો તેની સારવાર –ડાયાલીસીસ ખુબ જ ખર્ચાળ હોય છે.પરંતુ તેમની સંસ્થા માં આ સારવાર નિ:શુલ્ક આપવામાં આવે છે. કાર્યક્રમના અંતે હાજર રહેલા શિક્ષકો તથા વાલીઓએ કિડનીને લગતા પ્રશ્નોના સંતોષ કારક જવાબ મેળવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.