Western Times News

Gujarati News

મુંબઇ હુમલામાં સામેલ આતંકી તહવ્વુર રાણાને બાઇડન ભારતને સોંપશે

નવીદિલ્હી: અમેરિકાના જાે બાઇડન પ્રશાસને ફેડરલ કોર્ટથી પાકિસ્તાની મૂળના કેનેડાઇ વેપારી તહવ્વુર રાણીના પ્રત્યર્પણ માટે ભારતની વિનંતીને સર્ટિફાઇ કરવાની વિનંતી કરી છે રાણા ૨૦૦૮ના મુંબઇ આતંકવાદી હુમલામાં આરોપી છે.આસિસ્ટેંટ યુએસ એટોર્ની જાેન જે લુલજિયાને લોસ એજિલ્સમાં એક ફેડરલ અમેરિકી કોર્ટની આગળ ૫૯ વર્ષીય રાણાનાના મુંબઇ આતંકવાદી હુમલામાં કેસ માટે ભારતને પ્રત્યર્પિત કરવાના તમામ માનદંડોને પુરા કર્યા એ યાદ રહે કે ચાર ફેબ્રુઆરીએ રાણાના વકીલે તેના પ્રત્યર્પણનો વિરોધ કર્યો હતો

લોસ એજિલ્સમાં અમેરિકી જીલ્લા અદાલતના ન્યાયાધીશ જૈકલીન ચુલજિયાને પ્રત્યર્પણ સુનાવણીનો સમય ૨૨ એપ્રિલ નિર્ધારિત કર્યો છે.
લુલેજિયને પોતાના ૬૧ પાનાના કોર્ટ સ્બ્મિશનમાં કહ્યું કે સંયુકત રાજય અમેરિકા સમ્માનજક રીતે વિનંતી કરી છે કે ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રત્યર્પણ સુનવણીમાં કોર્ટ રાણાના પ્રત્યર્પણના નિર્ણય મટે ભારતની વિનંતીને પ્રમાણિત કરે ડેવિડ કોલમેન હેડલીના બાળપણના દોસ્ત રાણાને ૧૦ જુને ભારત દ્વારા મુંબ આતંકવાદી હુમલામાં સામેલ થવાના પ્રત્યર્પણ વિનંતી પર લોસ એજિલ્સમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી આ હુમલામાં છ અમેરિકીઓ સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતાં તેને ભારત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.

એ યાદ રહે કે લોસ એજિલિસમાં અમેરિકી ડિસ્ટ્રિકટ કોર્ટના ન્યાયમૂર્તિ જૈકલીને ૨૧ જુલાઇ ૨૦૨૦ના રોજ પોતાના ૨૪ પાનાના આદેશમાં રાણાને જામીન આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે તેના ફરાર થવાનો ખતરો છે. અમેરિકા સરકારે આ દલીલ આપતા તેને જામીન પર મુકત કરવાનો વિરોધ કર્યો કે જાે તે કેનેડા ભાગી જશે તો તેને ભારતમાં મોતની સજાથી બચવાની આશંકા છે.

અમેરિકાના સહાયક એટોર્ની જાેન જે લુલેજિયાને અદાલતમાં કહ્યું કે કોઇ પણ મુચલકા પર જામીન આપવાથી અદાલતમાં રાણાની હાજરી સુનિશ્ચિત કરી શકાય નહીં તેને જામીન આપવાથી અમેરિકાને પોતાના વિદેશ મામલામાં શર્મિદા થવું પડે તેમ છે અને તેના ભારતની સાથે સંબંધ તનાવપૂર્ણ થઇ શકે છએ જયારે રાણાના વકીલે કહ્યું કે ૨૬/૧૧ના આરોપીના ફરાર થવાનો ખતરો નથી અને તેણે તેને જામીન પર મુકત કરવા માટે ૧૫ લાખ ડોલરના મુચલકા ભરતવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.