Western Times News

Gujarati News

બિગ બોસની વિજેતા રુબીના ખતરો કે ખેલાડીમાં નહીં દેખાય

મુંબઈ: બિગ બોસની ટ્રોફી જીતનાર ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક આજકાલ સતત સમાચારોમાં છે. બિગ બોસ પૂરું થયા બાદ રુબીના અને તેનો પતિ અભિનવ શુકલા ખતરો કે ખિલાડીની ૧૧મી સીઝનમાં પણ દેખાય તેવી વાતો ચર્ચાતી હતી.

ત્યારે હવે રૂબિનાએ ખતરો કે ખેલાડીના નિર્માતાઓની ઓફર ફગાવી આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. મળતી માહિતી મુજબ બિગ બોસ જેવો રિયાલિટી શો જીત્યા બાદ રૂબીના હવે અન્ય કોઈ રિયાલિટી શો કરવા નથી માંગતી.

તે પોતાને બ્રેક આપવા માંગે છે. તેને સ્ટંટ આધારિત શોનો ભાગ નથી બનવું. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, રૂબીના સાથે તેના પતિ અભિનવ શુક્લાનો પણ ખતરો કે ખેલાડીની ૧૧મી સિઝન માટે સંપર્ક કરાયો હતો. જાેકે, હજુ એ નક્કી નથી કે અભિનવ આ શોમાં ભાગ લેશે કે કેમ. બિગ બોસની ૧૪મી સિઝન જીત્યા બાદ રૂબીના અનેક પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત છે.

ટૂંક સમયમાં પારસ છાબડા સાથે તેનો મ્યુઝિક વિડીયો લોન્ચ થશે. અત્યારે તો રૂબીના મરજાનીયા મ્યુઝિક વિડીયોની સફળતા માણી રહી છે. આ વિડીયોમાં તે પતિ અભિનવ શુકલા સાથે નજરે પડે છે. આ મ્યુઝિક વિડીયોમાં નેહા કક્કરે અવાજ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસની ૧૪મી સીઝનમાં વિજેતા બન્યા બાદ રૂબીના પાસે કામની કોઈ કમી નથી.

તેને એક પછી એક સતત કામ મળી રહ્યું છે. પરિણામે તે ખૂબ વ્યસ્ત છે. હવે તે પોતાના લોકપ્રિય ટીવી શો ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં ફરી પરત ફરી રહી છે. તાજેતરમાં જ રૂબિનાએ પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે તેના ટીવી શોના ગેટઅપમાં જાેવા મળી રહી છે. જેના પરથી ફલિત થાય છે કે રૂબીના ફરીથી શક્તિમાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.