Western Times News

Gujarati News

અરવલ્લી દારૂ કાંડ: રેંજ આઇજી અભય ચુડાસમાએ ફરાર PI આર.કે.પરમારને સસ્પેન્ડ કર્યા

પ્રતિકાત્મક

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, રેન્જ આઈજી અભય ચુડાસમાએ અરવલ્લી એલસીબી પોલીસે દારૂનો વેપલો શરુ કરતા અને એલસીબી પોલીસના બે કોન્સટેબલ ઝડપાયેલ દારૂનો વેપલો કરવા નીકળ્યાનો પર્દાફાશ થતા સમસમી ઉઠ્‌યા હતા અને જીલ્લા પોલીસવડાને શખ્ત કાર્યવાહીના આદેશ પછી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂ કાંડમાં સંડોવાયેલ એલસીબી પીઆઈ, ત્રણ પોલીસકર્મી અને વહીવટદાર સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો

સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે કેસ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપી સીટની રચના કરી છે અરવલ્લી પોલીસે બે ખેપીયા કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી હતી એલસીબી પીઆઈ આર કે પરમાર, એક પોલીસકર્મી અને વહીવટદાર ફરાર છે ત્રણેને પોલીસે વોન્ટેડ આરોપી તરીકે જાહેર કર્યા છે ત્યારે અને સમગ્ર મામલો ગૃહ વિભાગમાં ગુંજતા આખરે રેન્જ આઇજી અભય ચુડાસમાએ દારૂકાંડના આરોપી પીઆઈ આર કે પરમારને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો.

અરવલ્લી એલસીબી પોલીસે ઝડપેલા દારૂનો વેપલો શરૂ કર્યો હતો જેમાં એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધા પછી કાયદેસરની કાર્યવાહી કરતા પહેલા ટ્રકમાંથી દારૂનું કટીંગ કરી ૭ પેટી દારૂ એલસીબી ઓફિસમાં જુદા-જુદા સ્થળે સંતાડી દીધો હતો

એલસીબી પોલીસમાં ફરજ બજાવતા ઇમરાન ખોખર અને પ્રમોદ પંડ્યા નામના પોલીસ કર્મીઓ એસેન્ટ કારમાં ૧૦ પેટી વિદેશી દારૂ ભરી વહીવટદાર શાહરુખના પાયલોટીંગ સાથે દારૂનો વેપલો કરવા નીકળ્યા હતા કાર પલ્ટી જતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું

જેમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને ત્રણ પોલીસકર્મીઓ સામે ગુન્હો નોંધી જીલ્લા એસપીએ ત્રણ કોન્સટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા અરવલ્લી એલસીબી પોલીસે ખુદ દારૂનો વેપલો કરવાનું શરૂ કરતા ખાખી પર ધબ્બો લાગ્યો હતો અરવલ્લી એલસીબીનું દારૂ કાંડ બહાર આવતા રેંજ આઈજી અભય ચુડાસમાં પણ અરવલ્લીમાં દોડી આવ્યા હતા

સમગ્ર કેસની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ થાય તે માટે અરવલ્લી પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપી હતી આ ઘટનાના એક મહિના પછી પણ એલસીબી પીઆઇ આર.કે પરમારને પોલીસ પકડ થી દૂર છે સમગ્ર મામલો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો ત્યારે રેંજ આઈજી અભય ચુડાસમાએ એલસીબી પીઆઈ આર કે પરમાર ને સપ્સેન્ડ કરી દીધો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.