Western Times News

Gujarati News

ભાજપના ઉમેદવારની કારમાંથી EVM મળતાં ૪ કર્મી સસ્પેન્ડ

દિસપુર, આસામ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો છે. સૌથી પહેલા કોંગ્રેસના નેતા શશી થરુર અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વિડિયો શેર કર્યો હતો.

એ પછી તપાસમાં ખબર પડી હતી કે, જે ગાડીમાંથી ઈવીએમ મળ્યા છે તે આસામ વિધાનસભામાં ભાજપના ઉમેદાવર કૃષ્ણેન્દુ પાલની છે.ખાસ વાત એ છે કે, કાર સાથે કોઈ ચૂંટણી અધિકારી નહોતો અને કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી. આ મામલે મચેલા હોબાળા બાદ ચૂંટણી પંચે ચાર મતદાન અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે સાથે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ પણ અપાયો છે.ચૂંટણી પંચે જિલ્લા કલેકટર પાસે આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.

ચૂંટણી પંચને મળેલી માહિતી પ્રમાણે મતદાન માટેની ટુકડીની ગાડી અધવચ્ચે ખરાબ થઈ ગઈ હતી.એ પછી સબંધિત અધિકારીએ રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાડીને અટકાવીને હેડક્વાર્ટર સુધી લઈ જવા માટે વિનંતી કરી હતી. તે વખતે મતદાન માટેની ટીમને જાણકારી નહોતી કે તેઓ જે ગાડીમાં લિફટ લઈ રહ્યા છેતે ભાજપના ઉમેદવારની છે.

જાેકે આ દરમિયાન સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જાેયુ હતુ અને લોકોએ મતદાન માટેની ટીમને ગાડીમાંથી ઉતારી દીધી હતી.જાેકે ઈવીએમ સહી સલામત છે.તેના સીલ પણ તુટયા નથી અને ચૂંટણી પંચ હવે વિસ્તૃત રિપોર્ટની રાહ જાેઈ રહ્યુ છે. દરમિયાનમાં આસામના કરીમગંજ ખાતેથી એક બિનવારસી કારમાંથી ઈવીએમ મળી આવવા મામલે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી એક વિસ્તૃત રિપોર્ટની માંગણી કરી છે.

ઈવીએમ મળી આવ્યા બાદ તે વિસ્તારમાં રાજકીય તણાવ વધ્યો છે. કરીમગંજના કનિસૈલ ખાતે એક બોલેરો કારમાંથી ઈવીએમ મળી આવ્યું હતું અને તે ગાડીમાં કોઈ નહોતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.