Western Times News

Gujarati News

સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસમાં ભેટ નહીં સ્વિકારવાનું બોર્ડ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકના મેયર બાદ સૌથી મલઇદાર ગણાતા ચેરમેન પદની ઓફિસ બહાર લાગેલા પોસ્ટ ચર્ચા કેન્દ્ર બન્યું છે. એએમસી સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન હિતેશભાઇ બારોટ એએમસીમાં કઇ અલગ અને અનોખી પહેલ કરી છે. તેમણે એએમસીના એક પણ પગાર કે ભથ્થા લેવાની ના પાડી છે. તેમજ તેમની ઓફિસમાં કોઇપણ પ્રકારની ભેટસોગાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાની સૌથી કદાવર અને પાવરફુલ ગણાતી કમિટિ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટની નિમણૂંક થોડા દિવસ પહેલા જ થઇ છે.

ત્યારે નવનિયુક્ત ચેરમેન હિતેશ બારોટે જાહેરાત કરી છે કે, એએમસી તરફથી મળતા એકપણ પ્રકારના ભથ્થા કે પગાર તેઓ સ્વિકાર કરશે નહી. તેમજ એએમસી પરિસરમાં આવેલી તેમની ઓફિસ બહાર પણ એક વિનંતી સાથે પોસ્ટ લગાવામા આવ્યું છે કે, અહીં ભેટ અસ્વીકાર્ય છે. જેથી કોઇએ ઓફિસમાં ભેટ લઇને પ્રવેશ કરવો નહી.

હિતેશ બારોટ કહે છે કે, એએમસીમાં પ્રજા સેવા કરવા અને જન કલ્યાણ માટે આવ્યો છું. સમાજને કાંઇ આપવા માટે અહીં છુ. નહીં કે કાંઇ લેવા. બસ કાંઇ જાેઇએ છે તો તે લોકોના આર્શિવાદની જરૂર છે. જેથી મારી ઓફિસ બહાર મેં નોટિસ લગાવી છે કે, કોઇપણ ભેટ અહીં અસ્વીકાર્ય છે.

માત્ર પ્રજાલક્ષી કાર્ય માટે જે પણ વ્યક્તિ આવશે તેનું હું કામ કરીશ. આ ઉપરાંત મારા રાજકીય જીવનમાં એક સંકલ્પ કર્યો છે કે, જે પણ પોસ્ટ કે હોદા પર હોઇશ તેમાં મળતા પગાર કે ભથ્થા કે વાઉચર હું ક્યારેય નહી મેળવું . આજે પણ હું ચેરમેન સાથે બેંકમા પણ ડિરેક્ટર છું મે ક્યારે બેઠકના ભથ્થા કે વાઉચર લીધા નથી. આજે પણ મારા નામે કોઇ વાઉચર નહી હોય. તેઓ કહે છે કે, ભગવાન આર્શિવાદથી ઘણુ મળ્યું છે જેનો મને સંતોષ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.