Western Times News

Gujarati News

વસ્ત્રાપુરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી ૩ ફોન ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ, ચોરીઓના કિસ્સા શહેરમાં લગભગ રોજની ઘટના બની છે તેમ છતાંયે પોલીસ તંત્ર પોતે શહેર સુરક્ષીત હોવાનો દાવો કરતું રહે છે ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત કોન્સ્ટેબલ ઘરે સુતા હતા ત્યારે બિલ્લીપગલે આવેલો ચોર કોન્સ્ટેબલ તથા તેમના મિત્રોના ૬પ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન ચોરી ગયો હતો આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

વિક્રમભાઈ રવુભા પરમાર મૂળ સુરેન્દ્રનગરના છે અને હાલ સપના એપાર્ટમેન્ટ, થલતેજ ખાતે તેમના મિત્રો સાથે રહે છે વિક્રમભાઈ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે મંગળવારે રાતની ડ્યુટી પતાવી તે સવારે સુઈ ગયા હતા.

સાડા સાત વાગ્યાની આસપાસ તેમના મિત્ર જાગી જતા તેમનો ફોન ચોરાયો હોવાનું જાણવા મળ્યુ હતું જેથી તપાસ કરતા વિક્રમભાઈ તથા અન્ય એક મિત્રના ફોન પણ ગાયબ હતા. આ અંગે વિક્રમભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફોનની ચોરીની ફરીયાદ કરી છે તેમણે શંકા વ્યકત કરી છે કે ત્રણે સુઈ રહયા હતા ત્યારે રૂમના ખુલ્લા દરવાજાથી ચોર અંદર ઘુસ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.