Western Times News

Gujarati News

૪ સપ્તાહમાં વિશ્વ યુદ્ધની શક્યતાની રશિયન સૈન્યની ચેતવણી

મોસ્કો, કોરોના સામે ઝૂઝમી રહેલી દુનિયા પર હવે વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી ચાર સપ્તાહમાં દુનિયા વિશ્વ યુધ્ધ જાેઈ શકે છે. આ આગાહી જાે ખરેખર સાચી પડે તો કોરોનાની મહામારી વચ્ચે યુધ્ધ છેડાય તેવી કલ્પનાથી પણ રુંવાડા ઉભા થઈ જાય છે.

વિશ્વ યુધ્ધની આગાહી પાછળનુ કારણ રશિયા અને યુક્રેનની સીમા પર બંને દેશો વચ્ચે વધી રહેલો તણાવ છે. સૈન્ય નિષ્ણાતોનુ કહેવુ છે કે, આ સ્થિતિ ના સુધરે તો એક મહિનાની અંદર દુનિયાને કોરોના સંકટ વચ્ચે ભીષણ યુધ્ધનો સામનો કરવો પડશે. રશિયાએ તનાવ વધતો જાેઈને વિવાદિત સીમા પર પોતાના ૪,૦૦૦ સૈનિકોને મોકલ્યા છે.

જેની સાથે સાથે ટેન્કો અને બીજા બખ્તરબંધ વાહનો રવાના કરાયા છે. જેના કારણે હવે યુરોપ હાઈ એલર્ટ પર છે. રશિયન મિલિટરી એક્સપર્ટ પાવેલ ફેલગેનહરનુ કહેવુ છે કે, જે પ્રકારની સ્થિતિ છે તે જાેતા લાગે છે કે, આગામી દિવસોમાં યુરોપીય યુધ્ધ કે વિશ્વ યુધ્ધ જેવો મોટો ખતરો સામે આવી શકે છે. આ ખતરો બહુ ઝડપથી વધી રહ્યો છે.

મીડિયામાં ભલે તેના પર ચર્ચા ના થઈ રહી હોય પણ અમને બહુ ખરાબ સંકેતો જ દેખાઈ રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, જાે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ થયુ તો તે બે દેશો સુધી સીમિત નહીં રહે. તે યુરોપના બીજા દેશો કે વિશ્વ સ્તરે પણ ફેલાઈ શકે છે.કારણકે રશિયા અને યુક્રેન વચ્ચેના તનાવ બાદ યુરોપિયન દેશોએ પણ પોતાની સેનાને હાઈ એલર્ટ કરી દીધી છે. યુક્રેનના આર્મી ચીફે સંસદમાં કહ્યુ હતુ કે, રશિયાનુ વલણ ભારે આક્રમક છે.

સીમા પર રશિયાએ સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. જાેકે રશિયાનુ કહેવુ છે કે, અમે કોઈ જાતના યુધ્ધની તૈયારી કરી રહ્યા નથી. વિશ્વ યુધ્ધની આગાહી પાછળનુ એક કારણ એ પણ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે હાલ સારા સબંધો નથી. યુક્રેન એમ પણ અમેરિકાની નિકટ છે. જાે રશિયા યુક્રેનને નુકસાન પહોંચાડે તો અમેરિકા યુક્રેનની મદદ કરે તેવી શકયતા છે. આ જ રીતે બંને છાવણીમાં બીજા દેશો જાેડાતા જાય તો સ્થિતિ સ્ફોટક બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.