Western Times News

Gujarati News

નવા પશ્ચિમ ઝોનમાં ર૭ સ્ટેન્ડ બાય બોર બનાવવામાં આવશે

બોર દીઠ રૂા.ર૮ લાખ સુધીનો ખર્ચ : તંત્રને એક બોરમાંથી ૧.પ૦ એમએલડી પાણી મળે છે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉતર અને દક્ષિણ પશ્ચિમઝોનમાં પાણીની સંભવિત સમસ્યાને પહોંચી વળવા માટે મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સુધારા બજેટમાં “સ્ટેન્ડ બાય બોર” બનાવવા માટે ખાસ જાેગવાઈ કરવામાં આવી છે. ઉતર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હાલ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય થઈ રહયુ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની જાેગવાઈ મુજબ આ વિસ્તારોમાં રપ કરતા વધુ બોર બનાવવાની જરૂરીયાત રહેશે.
શહેરના નવા પશ્ચિમ ઝોન (ઉત્તર અને દક્ષિણ)માં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય થાય છે. ચોમાસાની સીઝનમાં જાસપુર પ્લાન્ટમાં ટર્બીડીટી ની સમસ્યા સર્જાય છે. જેના કારણે બે થી ત્રણ દિવસ પાણી સપ્લાય બંધ થાય છે તદ્‌પરાંત પ્લાન્ટમાં કોઈ ખામી થાય તો પણ પાણી સપ્લાય પર અસર થઈ શકે છે તેથી સ્ટેન્ડીગ કમીટી હવે દુરદર્શિતા દૃશાવી સ્ટેન્ડ બાય બોર માટે સુચન કર્યાં છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ નવા પશ્ચિમ વિસ્તારમાં નવ વોર્ડમાં કુલ ૪૭ વો.ડી. સ્ટેશન છે જે પૈકી ર૦ વો.ડી. સ્ટેશનમાં બોર બનાવવામાં આવ્યા છે જે પૈકી ગોતા વોર્ડમાં ૦૪, ચાંદલોડીયા વોર્ડમાં ૦૧, ઘાટલોડીયામાં ૦૩, થલતેજમાં ૦૧, બોડકદેવમાં ૦૧, જાેધપુરમાં ૦પ, સરખેજમાં ૦૩ અને મકતમપુરામાં શૂન્ય બોર છે. સ્ટેન્ડીંગ કમીટી બજેટમાં આપવામાં આવેલી મંજુરીના આધારે ઉતર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મળી નવા ર૭ બોર બનાવવાની જરૂરીયાત રહેશે. એક વો.ડી. સ્ટેશનને “કનેકટેડ” બોર તૈયાર કરવા માટે રૂા.ર૮ લાખ સુધીનો ખર્ચ થાય છે.

મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ૧૪ ટ૧૦નો બોર બનાવવામાં આવે છે જેની ઉડાઈ ૩૦૦ મીટર રહે છે. તંત્ર દ્વારા દૈનિક ૧પ થી ર૦ કલાક બોર ચલાવવામાં આવે છે જેમાં અંદાજે ૧.૭પ એમએલડી પાણી જથ્થો મળે છે બોરમાંથી એક એમએલડી પાણી મેળવવા માટે દૈનિક અંદાજે રૂા.પાંચ હજાર રૂપિયા વીજ ખર્ચ આવે છે. તંત્ર દ્વારા દૈનિક રૂા.૧.૭પ એમએલડી પાણી લેવામાં આવે છે તેથી લાઈટબીલ ખર્ચ રૂા. સાત હજાર સુધી થાય છે તેમ છતાં ટેન્કર કરતા બોરનો ખર્ચ ઓછો આવે છે. મ્યુનિ. કોર્પોરેશનના બોરમાંથી પાણી ભરીને સપ્લાય થાય તો પણ પ્રતિદિન ટેન્કરનો કુલ ખર્ચ રૂા.૬ હજાર આસપાસ થાય છે. એક એમએલડી પાણીમાંથી લગભગ ૧પ ટેન્કર ભરવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશ્નરે ડ્રાફટ બજેટમાં પાણી માટે રૂા.૩૭પ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી સ્ટેન્ડીંગ કમીટીએ તેમાં વધારો કર્યો છે ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં સ્ટેન્ડ બાય બોર બનાવવા ઉપરાંત પશ્ચિમ ઝોનમાં નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પણ સ્ટેન્ડીંગ ચેરમેને ભલામણ કરી છે જયારે જુદા જુદા વિસ્તારોમાં આવેલા વોટર ડીસ્ટ્રી સેન્ટર તેમજ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન ખાતે અદ્યતન ટેકનોલોજીવાળા પંપો બદલવા માટે રૂા.દસ કરોડની જાેગવાઈ કરી છે જયારે જુદા-જુદા વોર્ડમાં જરૂરીયાત મુજબ ઓવરહેડ ટાંકીઓ બનાવવા માટે રૂા.રપ કરોડ ફાળવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.