Western Times News

Gujarati News

વડાપ્રધાને ખર્ચા પર પણ ચર્ચા કરવી જાેઇએ : રાહુલ ગાંધી

નવીદિલ્હી: સામાન્ય માણસ માટે કોરોના અને મોંઘવારી બન્ને સાથે જ પરેશાન કરી રહી છે. સરકાર સતત બધુ જ બરોબરર કરવાની વાતો કરે છે પરંતુ તેઓ કેટલા સફળ રહ્યા તે આજે આપણી સમક્ષ છે. એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં કેસ પણ વધી રહ્યા છે. ત્યારે હવે આ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થયા પછી પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નથી થઇ રહ્યો, જેને લઇને હવે કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ તેલનાં ભાવો અંગે કહ્યું છે કે, કેન્દ્ર સરકારનાં વેરા વસૂલાતને કારણે કારમાં તેલ ભરવું એ કોઈ કસોટી કરતાં ઓછું નથી, તો પછી પીએમ મોદી તેની ચર્ચા કેમ નથી કરતા? કોંગ્રેસ નેતાએ કહ્યું કે ખર્ચ અંગે પણ ચર્ચા થવી જાેઈએ. રાહુલ ગાંધીએ એક ટિ્‌વટમાં લખ્યું છે કે, “કેન્દ્ર સરકારનાં વેરા વસૂલાતને કારણે કારમાં તેલ ભરવું એ કોઈ કસોટી કરતાં ઓછું નથી, તો પછી વડા પ્રધાન તેની ચર્ચા કેમ નથી કરતા?” ખર્ચા પર ચર્ચા થવી જાેઈએ!

આપને જણાવી દઇએ કે, એક મીડિયા હાઉસે સમાચાર ચલાવ્યા હતા કે, આઠ દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ ભારતમાં તેલનાં ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો નથી. જે બાદ રાહુલ ગાંધીએ આ ટ્‌વીટ કર્યું છે. જણાવી દઈએ કે, ૩૦ માર્ચે દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હતો. પેટ્રોલનાં ભાવમાં ૨૨ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૨૩ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૯૦.૫૬ રૂપિયા પર આવી ગયો છે. વળી ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૦.૮૭ રૂપિયા પર આવી ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.