Western Times News

Gujarati News

અભિનેત્રી રવીના ટંડન દોહિત્ર સાથે રમતી દેખાઈ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન ઇન્ડસ્ટ્રીમાં મસ્ત મસ્ત ગર્લ તરીકે પણ ઓળખાય છે. રવીના સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં તેણે તેનો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તે નાની બની ગઇ છે. હાલમાં રવીનાએ તેનાં દોહિત્રની સાથે રમતો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

જે જાેત જાેતામાં વાયરલ થઇ ગયો છે. રવીનાની દીકરી છાયાએ દીકરાને જન્મ આપ્યો છે. રવીના ગત વર્ષે જ નાની બની છે. તેણે તેનાં દોહિત્ર સાથે રમતો આ ક્યૂટ વીડિયો શેર ક્યો છે તેનાં દોહિત્રનું નામ રુદ્ર છે. જે આ વીડિયોમાં ઘણો જ ક્યૂટ લાગે ચે. નાની રવીના ક્યારેક તેને ખોળામાં ઉઠાવી લે છે તો ક્યારેક તેને દુલાર કરતી રહે છે. રવીનાએ વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યાં. રવીનાને ચાર બાળકો છે.

બે દકરીઓ તેને દત્તક લીધી હતી. જેમનું નામ છાયા અને પૂજા છે. જ્યારે પતિ થડાનીથી તેને બે બાળકો છે જેમનું રાશા અને રણબીર છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રવીના હાલમાં સાઉથ સુપરસ્ટાર યશની સાથે કેજીએફ ચેપ્ટપ ૨માં નજર આવશે. ફિલ્મમાં સંજય દત્ત પણ મહત્વનાં રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મથી રવિવનના લાંબા સમય બાદ બિગ સ્ક્રિન પર કમબેક કરશે. ગત વર્ષે તે નચ બલિયે ૯માં જજ તરીકે નજર આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.