Western Times News

Gujarati News

બંગાળમાં એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે : પ્રશાંત કિશોર

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજનીતિ ની એક ચોંકાવનારી ઘટનામાં તૃણમૂલ કાૅંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરની એક કથિત ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ કથિત રીતે કહી રહ્યા છે કે, “એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે. મોદી પ્રસિદ્ધ છે. મમતા અને મોદી પ્રસિદ્ધ છે.” આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પ્રશંત કિશોર તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તેમણે ‘આગ્રહ’ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી આખી ઑડિયો ક્લિપ જાહેર કરે. આ લીક થયેલા ઑડિયા ક્લિપમાં પ્રશાંત કિશોર કથિત રીતે કહી રહ્યા છે કે, “બંગાળમાં મોદી એક કલ્ટ છે, જે આખા દેશમાં બની ગયો હતો. અનેક લોકોને મોદીમાં ભગવાન દેખાય છે. ખાસ કરીને હિન્દી ભાષી મોદીના સમર્થનનો પાયો છે. એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે. મોદી ખૂબ પ્રસિદ્ધ છે.”

કથિત ઑડિયોમાં ટીએમસીરણનીતિકારે કહ્યુ કે, “મમતા અને મોદી પ્રસિદ્ધ છે. બંગાળે બીજેપીનો સ્વાદ ચાખ્યો નથી. લોકોને લાગી રહ્યું છે કે બીજેપી એવું કરી દેશે જેવું આપણને ક્યારેય મળ્યું નથી. એક લાડવો છે જેને લોકો ખાવા માંગે છે. મોબિલાઇઝેશનને કારણે મોટી ભીડ છે અને મોદીની પ્રસિદ્ધિ. એન્ટી ઇન્કમ્બન્સી, પૉપ્યુલારિટી અને એસસી વોટ્‌સ.”

આ ઑડિયો બહાર આવ્યા બાદ પ્રશાંત કિશોરે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યુ કે, “મને ખૂબ આનંદ છે કે બીજેપી મારા ક્લબહાઉસ ચેટને પોતાના નેતાઓના શબ્દોથી વધારે ગંભીરતાથી લઈ રહી છે.” તેમણે કહ્યુ કે, વાતચીતનો અધૂરો ઑડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે આગ્રાહ કર્યો કે આખો ઑડિયો જાહેર કરવામાં આવે.

આ ઑડિયો લીક થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા રાજીવ બેનર્જીએ કહ્યુ કે, પ્રશાંત કિશોરની રણનીતિ બંગાળમાં કામ નહીં કરે. તેમની રણનીતિ નિષ્ફળ રહી છે ટીએમસી અહીં ખતમ થઈ ગઈ છે. બંગાળમાં ફક્ત નરેન્દ્ર મોદીની રણનીતિ કામ કરશે. ભારતીય જનતા પાર્ટીના બીજા એક નેતા લોકેટ ચેટરજીએ કહ્યું કે, પ્રશાંત કિશોર જાણે છે કે મોદી સર્વશ્રેષ્ટ છે અને તેમના નેતૃત્વમાં ‘સોનાર બાંગ્લા’ બનાવવામાં આવશે. લોકોને મૂર્ખ બનાવવા માટે તેઓ ટીએમસી સાથે જાેડાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.