Western Times News

Gujarati News

હેલિકોપ્ટર સોદાબાજી માટે રશિયા ખુબ જ ઉત્સુક બન્યું

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં રશિયાના પ્રવાસે જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ બની શકે છે. આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે કેટલીક સમજૂતિઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે. સાથે સાથે સંબંધોને નવી ઉંચાઈ ઉપર લઇ જવા ઉપર ચર્ચા થશે.

મળેલી માહિતી મુજબ રશિયા વડાપ્રધાન મોદીની આ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સોદાબાજીને લઇને દબાણ લાવી શકે છે. રશિયા દ્વારા ૨૦૦ કામોવ કેએ ૨૨૬ લાઇટ યુટિલીટી હેલિકોપ્ટર સોદાબાજી માટે દબાણ લાવવામાં આવી શકે છે. એક અબજ ડોલરની આ સંયુક્ત સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.

આ સમજૂતિમાં પહેલાથી જ એક વર્ષનો વિલંબ થઇ ચુક્યો છે. પ્રમુખ વ્લાદીમીર પુટિન આગામી સપ્તાહમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરનાર છે. પુટિનના આ કાર્યક્રમમાં મોદી મુખ્ય મહેમાન તરીકે રહેનાર છે. રશિયા દ્વારા આ મુદ્દા ઉપર એ વખતે રજૂઆત કરવામાં આવશે.

વિશ્વ નેતાઓ અને ઇન્ડસ્ટ્રીના ટોપના લોકો સાથે પુટિનની આ બેઠક યોજવામાં આવનાર છે. રશિયાના પૂર્વીય ક્ષેત્રમાં આ બેઠક યોજાનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પુટિન અને મોદી વચ્ચેની આ બેઠક દરમિયાન કેએ-૨૨૬ પ્રોજેક્ટ ઉપર વાત આગળ વધશે. આ વાતચીત દરમિયાન જ રશિયા હેલિકોપ્ટર સોદાબાજી માટે મોદીને મનાવી લે તેમ માનવામાં આવે છે.

તમામ ટેકનિકલ અને કોમર્શિયલ વાતચીતો પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જરૂરી આરએફપી દરખાસ્તો ઉપર પણ ચર્ચા થઇ ચુકી છે. જા કે, હજુ સુધી આ કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. જાણકાર સુત્રોનું કહેવું છે કે, બંને દેશો દ્વારા કેટલીક સમજૂતિ ઉપર પહેલાથી જ વાતચીત ચાલી રહી છે. કે-એ ૨૨૬ હેલિકોપ્ટરો ચાર દશક જુના અનેક અકસ્માતોનો શિકાર થઇ ગયેલા ચિત્તાહ અને ચેતક હેલિકોપ્ટરની જગ્યા લેશે. ઈન્ડિયન  આર્મી અને ઈન્ડિયન  એરફોર્સમાં આ હેલિકોપ્ટરોને ચિત્તાહ અને ચેતક  લિકોપ્ટરની જગ્યાએ સામેલ કરવામાં આવશે.

બંને દેશોએ ૨૦૧૫માં આ સંદર્ભમાં સમજૂતિ કરી હતી. ત્યારબાદ બ્રિક્સ સમિટમાં પણ આ મુદ્દા ઉપર સમજૂતિ થઇ હતી. સમજૂતિ હેઠળ રશિયન હેલિકોપ્ટરો તૈયાર સ્થિતિ ભારતને મળનાર છે. આ ઉપરાંત એચએએલ સાથે સંયુક્તરીતે ભારતમાં તૈયાર પણ કરવામાં આવશે. મેક ઇન ઈન્ડિયન  પ્રોગ્રામ હેઠળ આ સમજૂતિ ઉપર વાતચીત ચાલી રહી છે. રશિયન હેલિકોપ્ટરો ખુબ જ અતિઆધુનિક રહેશે. ફેબ્રુઆરી મહિનામાં રશિયા દ્વારા એક મહત્વની સમજૂતિ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.