Western Times News

Gujarati News

ઓસ્કર મેમોરિયમમાં સુશાંત સિંહ રાજપુતને શ્રદ્ધાંજલિ

મુંબઈ: ફિલ્મ જગતમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ઓસ્કર ૨૦૨૧માં સોમવારે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરાયો હતો. ૯૩માં એકેડમી એવોર્ડમાં જ્યાં એક બાજુ વિનર્સની જાહેરાત થતી હતી, ત્યાં મેમોરિયમ સેગ્મેન્ટ દ્વારા દિવંગત સિતારાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. જાેકે મેમોરિયમ સેગ્મેન્ટ વિડીયોમાં સુશાંત સિંહ રાજપૂત અને ઋષિ કપૂર નજર ન હોતા આવ્યા, જેના લીધે તેમના ફેન્સમાં નિરાશા જાેવા મળી હતી. ઓસ્કર મેમોરિયમમાં સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા પર તેના જીજાજી વિશાલ કીર્તિએ પ્રતિક્રિયા આપી હતી.

કોરોના સંક્રમણની લીધે આ વખતે ઓસ્કર એવોર્ડનું આયોજન અલગ અંદાજમાં થયું હતું. ડોલ્બી થિએટરમાં આયોજિત સેરેમનીને ઓનલાઇન રાખવામાં આવી. જે દરમિયાન ઓસ્કર મેમોરિયમ સેગ્મેન્ટમાં સુશાંત સિંહ રાજપૂતથી લઇને હોલીવૂડની ખ્યાતનામ ફિલ્મોમાં અભિનય આપી ચૂકેલા ઇરફાન ખાન અને ભાનુ અથૈયાને યાદ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે

૨૦૨૦માં ૧૪મી જૂને ૩૪ વર્ષીય સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર આવ્યા હતા. તેઓ મુંબઇમાં સ્થિત તેમના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. મુંબઇ પોલીસની રિપોર્ટ મુજબ સુશાંત ડિપ્રેશનમાં હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ સુશાંતની મોત બાદ તેમની હત્યા કરાઇ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઇ હતી. જે પછી સીબીઆઇને કેસ સોંપવામાં આવ્યો હતો. સુશાંત સિહં રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ તેમના નિધન બાદ ૨૪ જૂલાઇએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.