Western Times News

Gujarati News

ધન્વન્તરીથી ૪૩ દર્દીઓને રજા અપાઈ, નવા ૬૫ દર્દીઓને પ્રવેશ આપવામાં આવ્યો

File

ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૫૮ દર્દીઓ સારવાર હેઠળ-આઈસીયુની વિશિષ્ટ જરુરિયાતોને ધ્યાનમાં લઈ ૧૫ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ સેવામાં જોડાયા 

ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૩ દર્દીઓને કોવીડ સાથી મારફતે સ્વજનો સાથે ઈ-માધ્યમથી મુલાકાત કરાવી.

ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલ ખાતે કાર્યરત કરાયેલી ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાંથી ૩૩ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે(સાંજે ૬-૦૦ વાગ્યા સુધી), જ્યારે ૬૫ નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આમ, હાલમાં ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે.  ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં વિશિષ્ટ જરુરિયાતને ધ્યાનમાં લઈ નવા ૧૫ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની સેવા લેવામાં આવી છે, જે કોવીડ પ્રોટોકોલ મુજબ આઈસીયુમાં કામગીરી કરશે.

કોવીડગ્રસ્ત દર્દી અને સ્વજન વચ્ચે સેતુરુપ બનતી વીડિયો કોલિંગ સેવા- ‘કોવીડ સાથી’ મારફતે આજે ૫૩થી વધુ દર્દીઓએ સ્વજન સાથે સંવાદ સાધ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.