Western Times News

Gujarati News

કમોસમી વરસાદના કારણે કેરી પાકને નુકસાનની ભીતિ

વલસાડ, રાજ્યના મોટાભાગમાં શહેરમાં ધોધ ધખતો તાપ ચામડી દઝાડી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે અને વાતાવાવરણ પલટો જાેવા મળ્યો હતો.

વલસાડ જિલ્લામાં ૨ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. રવિવારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વલસાડ, નવસારી ,અમરેલી, શિનોર, ખાંભા, નાનુડી, ભાવરડી, તાતણીયા સહિત કેટલાક ગ્રામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

પવન સાથે વરસાદ વરસતા પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ તૈયાર કરેલો કેરીના પાક અને ઉનાળુ પાકો અને શાકભાજી સહિત ખેતીના પાકમાં પણ ભારે નુક્શાનીની ભીતિ સર્જાઈ છે.

વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રવિવારે સાંજે એપ્રિલ માસની કાળઝાળ ગરમીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

જેને લઈને કેરી વાડી અને ખેતરમાં તૈયાર કરેલા પાકને ભારે નુક્શાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કમોસમી વરસાદને લઈને ધરમપુર શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાં મોટી રાહત મળી હતી. સમગ્ર વર્તવારણમાં પલટો આવી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

તો આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં કમોસમી વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ યથાવત જાેવા મળ્યો હતો. ખાંભા નાનુડી, ભાવરડી, તાતણીયા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.