Western Times News

Gujarati News

વડોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાના પતિની હત્યા કરી

વડોદરા, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ઉતરજ ગામમાં પરિણીતા સાથે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમ સંબંધમાં વિઘ્ન બનતા પરિણીતાના પતિની ઘાતકી હત્યા કરીને લાશ ખેતરમાં સંતાડી દીધી હતી. શિનોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા ઉતરાજ ગામે રહેતા ૩૭ વર્ષીય વિજય વસાવા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક મહિના અગાઉ તેમની પત્ની સાથે ગામમાં જ રહેતા રણજીત વસાવા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જે અંગેની જાણ પતિ વિજય અને પરિવારજનોને થતાં બંનેને ઠપકો આપીને સમજાવ્યા હતા.

દરમિયાન ૨૭ એપ્રિલના રોજ વિજય મરઘીનું બચ્ચું શોધવા જાવ છું, તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ શિનોર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજાેગ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.