Western Times News

Gujarati News

ભરૂચ LCB એ વિશ્વાસ CCTV પ્રોજેકટ, પોકેટ કોપથી મદદથી ૩.૩૬ લાખની ચોરી સહિતના ગુનાનો ભેદ ઉકેલ્યો

બાઇક પર આવી ઇકો ચોરી રાતે ઘરોને નિશાન બનાવી રોકડા અને દાગીના ચોરી કાર મૂકી નાસી જતા.

મીની લોકડાઉન અને રાત્રી કરફ્યુ દરમિયાન ભરૂચમાં વધતા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સિકલીગર ટોળકીના ૩ રીઢા આરોપીઓને પકડી પાડ્યા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના લીંક રોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટી ખાતે એક બંધ મકાનના નકુચા તોડી ૩.૩૬ લાખના સોનાના દાગીની ચોરીની ફરિયાદ ૭ મે ના રોજ નોંધાઈ હતી.LCB ટીમ દ્વારા સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ Video Integration & State wide Advance Security (VISWAS) ના ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ એડવાન્સ CCTV કેમેરાના ફુટેજ તેમજ પોકેટ કોપ મોબાઈલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથધરી હતી.મળેલી હકીકત આધારે આ ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના 3 રીઢા આરોપીઓને રોકડા રૂપિયા તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ બાઇક સહીત ઝડપી લીધા હતા.

સિકલીગર ગેંગના જસપાલસીંગ ઉર્ફ જેપીસીંગ અનંતસીંગ ઉર્ફ નંદુસીંગ સીકલીગર રહે. ચૌટાનાકા હસ્તીતળાવ નવીનગરી ગુરુદ્વારા પાસે અંક્લેશ્વર, લાખનસીંગ લાલસીંગ બાવરી (સીકલીગર) રહે, હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે,વાડજ અને જોગીન્દરસીંગ ઉર્ફ જોગી ઉર્ફે કબીર સંતોકસીંગ સીકલીગર રહે,હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે સત્યનારાયણ સોસાયટી રણોલી વડોદરા ઝડપાતા ભરૂચ શહેરમા પારીજાતક સોસાયટી,આનંદનગર અને ચાવજમાં ચોરીની કબૂલાત કરી હતી. PSI એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી સહિતની ટીમે ત્રણેય આરોપી પાસેથી રોકડા ૫૦ હજાર,બાઈક અને ૩ મોબાઈલ કબ્જે કર્યા હતા.

રાજ્યમાં ૮૫ ઘરફોડ ચોરીમાં આગાઉ પકડાયેલા જસપાલસીંગ અગાઉ ભરૂચ,અંક્લેશ્વર,અમદાવાદ , સુરત તથા વડોદરા ખાતે ૭૦ થી વધુ ઘરફોડ ચોરી ના ગુનાઓમાં પકડાયેલ છે.લાખનસીંગ અમદાવાદ,ભરૂચ તથા અંક્લેશ્વર ૫ જેટલી ઘરફોડ ચોરીમાં અને જોગીન્દરસીંગ નેત્રંગ,વાલીયા,અંક્લેશ્વર શહેર , જી.આઈ.ડી.સી તથા નર્મદા જીલ્લાના ડીડીયાપાડા પોલીસ સ્ટેશન મા ૬ થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો છે.

ત્રણેય આરોપીઓ પોતાનું વાહન લઇ વહેલી સવારે કોઇપણ અવાવરૂ જગ્યાએ ભેગા મળી જે જગ્યાએ ઘરફોડ ચોરી કરવાની હોય તે નજીકના વિસ્તાર માંથી ફોર વ્હીલ ગાડી ચોરી કરતા હતા.ચોરી કરેલ વાહન લઈ ઘરફોડ વાળી જગ્યાએ જઇ બંધ દરવાજાનો નકુચો ડીસમીસ વડે તોડી અંદર પ્રવેશી સોના – ચાંદી ના દાગીના તથા રોકડ ની ચોરી કરી ચોરી કરેલ વાહનમાં પાછા નિકળી બાદમાં ચોરી કરેલ વાહન કોઈપણ અવાવરૂ જગ્યાએ બિનવારસી મુકી ભાગી જતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.