Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળના ભાજપના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા

કોલકાતા: તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના સાંસદ જગન્નાથ સરકાર અને નીસિથ પ્રમાણિકે બુધવારે ગૃહના સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. રાણાઘાટનાં સાંસદ જગન્નાથ સરકાર અને કુચ બિહારનાં સાંસદ પ્રમાણિક વિધાનસભામાં ગયા હતા અને વિધાનસભાનાં અધ્યક્ષ બિમન બેનર્જીને રાજીનામું આપ્યું હતું.

વિધાનસભા ચુંટણીમાં ભાજપે સાંસદોને ઉતાર્યા હતા મેદાનેભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં ૨ અન્ય લોકસભા સાંસદો બાબુલ સુપ્રિયો અને લોકેટ ચેટર્જી સિવાય રાજયસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા પણ મેદાને ઉતર્યા હતા. જાે કે, તે ચુંટણી હારી ગયા છે. જગન્નાથ સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપાએ પાછલી વિધાનસભાની ચુંટણીમાં મળેલી ૩ સીટો કરતા ખૂબ સારુ પ્રદર્શન કરતા આ વખતે ૭૭ સીટો રક જીત મેળવી છે.

સરકાર સંચાલન માટે અનુભવી લોકોને જાેડવા માટે સાંસદ હોવા છતાં તેમણે વિધાનસભાની ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા હતા.આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે થયેલી હિંસા મુદ્દે વાપીમાં ભાજપે વિરોધ કર્યોતૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ઉદયન ગુહાને ફક્ત ૫૭ મતથી હરાવ્યાપ્રણામિકે દિનાહાતા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ઉદયન ગુહાને ફક્ત ૫૭ મતે પરાજિત કર્યો હતા, જ્યારે જગન્નાથ સરકારે તેમના નજીકના હરીફને સાંતીપુર બેઠક પરથી ૧૫ હજાર ૮૭૮ મતોથી હરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.